મુખ્ય સામગ્રી પર જાઓ

ફેફ્સા 100 ટકા સંક્રમિત હોવા છતાં ભરૂચના ઈર્શાદ શેખે આપી કોરોનાને મ્હાત

કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે, ત્યારે સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ભરૂચના કોરોના પોઝિટીવ ૩૫ વર્ષીય ઈર્શાદભાઈ શેખના ફેફસાં ૧૦૦ ટકા ચેપગ્રસ્ત હોવા છતા સુરત શહેરની લોખાત હોસ્પિટલમાં ૨૦ દિવસની સારવારના અંતે કોરોનાને મ્હાત આપીને હેમખેમ ઘરે પરત ફર્યા છે.

આ મામલે હોસ્પિટલના ફિજીશ્યન ડો.ભાવિક દેસાઈએ જણાવ્યું હતું કે, તા.૬ઠ્ઠી એપ્રિલના રોજ હોસ્પિટલમાં ભરૂચના ડુમવાડ વિસ્તારના રહેવાસી ઈર્શાદભાઈ શેખ સારવાર માટે દાખલ થયા હતા. ભરૂચમાં તેમણે ખાનગી હોસ્પિટલમાં ત્રણ દિવસ સારવાર લીધી પણ સ્થિતિમાં કોઈ સુધારો ન થયો અને તબિયત વધુ લથડતા સારવાર માટે સુરત આવ્યાં હતાં. સીટીસ્કેન રિપોર્ટ કરાવતાં તેમના ફેફસામાં ૧૦૦ ટકા ઈન્ફેકશન જણાયું હતું.

દાખલ થયાં ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ૬૦ હતું. NRBM માસ્ક આપવા છતાં પણ લેવલ ૮૦ રહેતુ હતું. જેથી તેમને ૧૦ દિવસ બાયપેપ પર, આઠ દિવસ એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યા હતા. ફુડ પ્રોસેસિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ઈર્શાદ શેખના પરિવારમાં તેમના માતા-પિતા પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જેમાં માતાનું દુખઃદ અવસાન થયું હતું. જયારે પિતા કોરોનાથી સ્વસ્થ થયા હતા.

ડો.ભાવિક જણાવે છે કે, દેશમાં ફેફસાંમાં ૧૦૦ ટકા કોરોના ઇન્ફેકશન થયું હોય છતાં કોરોનામુક્ત થયાં હોય એવા જૂજ કિસ્સા સામે આવ્યાં છે. કારણ કે મોટા ભાગના કેસોમાં ૮૦ ટકા લંગ ઇન્વોલ્વમેન્ટ હોય એવા દર્દીઓ સ્વસ્થ થયાંના દાખલાઓ નોંધાયા છે. પરંતુ ઈર્શાદભાઈના મજબૂત મનોબળ અને લોખાત હોસ્પિટલની સારવારના કારણે તેમતા ફેફસાં ૧૦૦ ટકા ચેપગ્રસ્ત હોવા છતાં કોરોનાને પછડાટ આપી છે. ઓક્સિજન લેવલ ૬૦ હોવા છતાં વેન્ટીલેટરની જરૂર પડી ન હતી. સ્વસ્થ થઈ જતાં તેમને તા.૨૫ મે ના રોજ રજા આપવામાં આવી હતી.

આમ ડો.ભાવિક દેસાઈ, ICU રજિસ્ટ્રાર ડો. અર્ચિત દોશી સહિતના નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફની મહેનત અને ઈર્શાદભાઈની હિંમતથી કોરોનાને હાર માનવી પડી હતી. શેખ પરિવારને આશા ન હતી કે તેમના સ્વજન સ્વસ્થ થઈને ઘરે આવશે.

from gujarat https://ift.tt/34oZe7s

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...