Omicron in India: ઓમિક્રોનને કારણે ભારતમાં આગામી આ મહિનામાં ત્રીજી લહેર આવી શકે છે, વૈજ્ઞાનિકે કર્યો દાવો
<p><strong>Omicron in India:</strong> SARS-CoV-2 ના નવા સ્વરૂપ Omicron થી કોરોના વાયરસ રોગચાળાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં તેની ટોચ પર પહોંચી શકે છે. ત્યારે ભારતમાં દરરોજ એક લાખથી દોઢ લાખ કેસ નોંધાય તેવી શક્યતા છે. કોવિડ-19ના ગાણિતિક અનુમાનમાં સામેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિક મનિન્દ્ર અગ્રવાલે આ વાત કહી છે. તેમણે કહ્યું કે નવા અંદાજમાં ઓમિક્રોન ફોર્મને પરિબળ તરીકે સામેલ કરવામાં આવ્યું છે.</p> <p><strong>ઓમિક્રોન દ્વારા થતા ચેપની તીવ્રતા ડેલ્ટા સ્વરૂપની સમાન નથી</strong></p> <p>અગ્રવાલે કહ્યું, “નવી પેટર્ન સાથે અમારો વર્તમાન અંદાજ છે કે ત્રીજી લહેર ફેબ્રુઆરી સુધીમાં દેશમાં ત્રાટકી શકે છે પરંતુ તે બીજી લહેર કરતાં હળવી હશે. અત્યાર સુધી આપણે જોયું છે કે ઓમિક્રોનથી ચેપની તીવ્રતા ડેલ્ટા સ્વરૂપ જેટલી ઊંચી નથી.” જો કે, તેમણે કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં નોંધાયેલા કેસોની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે, જ્યાં આ નવા સ્વરૂપના ઘણા કેસ નોંધાયા છે. અગ્રવાલે કહ્યું કે હાલમાં દક્ષિણ આફ્રિકામાં ચેપને કારણે હોસ