કેન્દ્ર સરકારે નવા વેરિયન્ટ અંગેના સવાલોના જવાબ આપ્યા, ઓમિક્રોનના કારણે ત્રીજી લહેરની સંભાવના કેટલી?

નવી દિલ્હીઃ ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ સૌ પ્રથમ સાઉથ આફ્રિકામાં થઇ. જેના કારણે સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાઇ ચૂક્યો છે. એક્સપર્ટે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી. સરકારે પણ ઓમિક્રોન વેરિઅન્ટ સંબંધિત તમામ સવાલોના જવાબો આપ્યા હતા.

સરકારને જ્યારે પૂછવામાં આવ્યું કે ઓમિક્રોનના કારણે ત્રીજી લહેરની સંભાવના કેટલી? જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા તથા અન્ય દેશોમાં ઓમિક્રોન સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. જેમાં હવે ભારતનો પણ સમાવેશ થયો છે. કેસની સંખ્યામાં ઝડપી વધારો થયો છે પણ હજુ સુધી આ વેરિયન્ટની ગંભીર અસરો જોવા મળી નથી. ભારતમાં વ્યાપક રસીકરણ કારણે સીરો પોઝિટિવિટી વધુ હોવાથી ઓમિક્રોનની અસર ઓછી રહેવાની શક્યતા છે.

સરકારે અન્ય એક સવાલ કરાયો હતો કે શું વેક્સિન આ વેરિયન્ટ સામે કારગર રહેશે? જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે ઓમિક્રોન પર હાલની વેક્સિન કારગર નથી એવા કોઈ પુરાવા મળ્યા નથી. ઓમિક્રોન અંગે કેટલી ચિંતા કરવાની જરૂર છે? એવા પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે ઓમિક્રોન વેરિયન્ટ ઑફ કન્સર્ન શ્રેણીમાં આવે છે. તેના મ્યુટેશન્સથી સંક્રમણ ઝડપી નોંધાયું છે એટલું જ નહીં અગાઉ પોઝિટિવ થયેલા લોકો પણ ફરી સંક્રમિત થઈ રહ્યા છે.

ઓમિક્રોન વેરિઅન્ટથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઇએ તેવા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું વધુ ગંભીરતાથી પાલન કરવું પડશે. તથા જેમણે રસીના બન્ને ડોઝ નથી લીધા તેમણે વહેલી તકે રસી મેળવી લેવી જોઈએ. શું કોરોનાના નિદાન માટેની હાલની પદ્ધતિ ઓમિક્રોન માટે પણ યોગ્ય છે?

<a href="https://ift.tt/3GvJ6SL Omicron Case:કર્ણાટક અને ગુજરાત બાદ મુંબઈમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિદેશથી પરત આવેલ વ્યક્તિ થયો સંક્રમિત

<a href="https://ift.tt/3oouvCb C-Voter Survey: કઈ પાર્ટીના હિસ્સામાં UP મા આવશે સૌથી વધુ મત, આજના સર્વેમાં ખુલાસો

સૌરાષ્ટ્રના ક્યા દિગ્ગજ પાટીદાર આગેવાનને પદ્મશ્રી એવોર્ડ આપવાની કોંગ્રેસે કરી માગણી ? કંગનાને પદ્મશ્રી મળી શકે તો........

<a href="https://ift.tt/3GixoL8 Corona Cases: ભારતમાં કોરોનાથી 24 કલાકમાં 2796 લોકોના મોતથી હડકંપ, જાણો કેટલા નોંધાયા કેસ

from india https://ift.tt/3G6EaU2
from india https://ift.tt/3G6EaU2
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો