કોરોનાથી સાજા થયેલા 20 ટકા દર્દીઓમાં આ ખતરનાક બિમારી દેખાઈ, કોરોનાની સારવારમાં અપાયેલી કઈ દવાની છે અસર ?
<p style="font-weight: 400;"><strong>અમદાવાદઃ</strong> કોરોનાની સારવાર લઇને સાજા થયેલાં દર્દીઓ હવે પેટના રોગનો ભોગ બની રહ્યાં હોવાની વ્યાપક ફરિયાદ આવતાં મેડિકલ નિષ્ણાતો ચોંકી ઉઠ્યા છે. ડોક્ટરોનો દાવો છે કે, કોરોનાને માત આપનારા 20 ટકા દર્દીઓમાં એસીડીટી, આંતરડામાં અલ્સર ઉપરાત જઠરમાં સોજો સહિત પેટનો રોગો વધ્યાં છે. આંતરડા અને જઠરના ઓપરેશનની સંખ્યાય વધી છે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ્સના મતે, કોરોના થયા બાદ ભૂખ ન લાગવી, પેટ ફૂલી જવુ, ઝાડા ઉલટી થવા, વજનમાં ઘટાડો થવો, આંતરડામાં સોજો આવવો વગેરે ફરિયાદો જોવા મળી રહી છે. દર્દી ઝાડામાં લોહી પડે તેવી પણ ફરિયાદ કરે છે પરિણામે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડે છે. કોરોનાથી સાજા થયેલાં લોકોએ પેટના રોગથી બચવા માટે હલકો ખોરાક લેવો જોઇએ.</p> <p style="font-weight: 400;">મેડિકલ નિષ્ણાતોના મતે કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઇડ દવાઓને કારણે પેટની સમસ્યા વધી છે. કોરોનાની સારવાર વખતે સ્ટીરોઇડ દવાનો ઉપયોગ કરવામાં આવતાં પેટનો રોગોની સમસ્યા વકરી છે. કોરોનાથી બચવા લોકો આડેધડ રીતે આર્યુવેદિક ઉકાળાનો ઉપયોગ કરે છે તેના કારણે જઠર પર અસર થાય છે. ડોક્ટરોનું કહેવું છે કે, જરૂર કરતાં વધુ પ્રમાણમાં ઉકાળો લેવાથી જઠર અને આંતરડા પર સોજો આવી જાય છે. ઘણાં કિસ્સામાં તો આંતરડામાં ચાંદી (અલ્સર) થાય છે અને તેના કારણે લોહીની ઉલટી પણ થાય છે. આ હદે સ્થિતિ ગંભીર થાય તો ઓપરેશન કરવુ પડે છે.</p> <p style="font-weight: 400;">ડોક્ટરોનું કહેવું છે કે, જે વ્યક્તિને પેટનું અલ્સર હોય અને વધુ માત્રામાં આર્યુવેદિક ઉકાળો લે તો અલ્સર વધુ મોટુ થઇ શકે છ. ડોક્ટરોની સલાહ છે કે, ચા-કોફીનું વધુ પડતું સેવન કરવુ જોઇએ નહી. વધુ પડતી પેઇન કિલર લેવી જોઇએ નહીં. સ્ટીરોઇડ પણ જૂજ માત્રામાં જ લેવી જોઇએ. તળેલો ખોરાક લેવો નહી. આમ, માંડ કોરોનાથી મુક્ત થયા બાદ દર્દીઓ હવે નોન કોવિડ હોસ્પિટલમાં પેટના રોગોની સારવાર લઇ રહ્યાં છે</p>
from gujarat https://ift.tt/3p2EMCI
from gujarat https://ift.tt/3p2EMCI
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો