કોરોનાના કારણે ગુજરી ગયેલાં લોકોના પરિવારને સરકાર તરફથી 4 લાખ રૂપિયાની મદદ મળે છે ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

કોવિડની મહમારીમાં સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કોરોના સંબંધિત વાયરલ થઇ રહી છે. કોવિડના મૃતક પરિવારનને સહાય રકમ માટેની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. શું છે આ પોસ્ટ અને સત્ય શું છે જાણીએ

કોવિડની મહામારીમાં સોશિયલ મીડિયા પર કોવિડ સંબંધિત અને પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. હાલ એક એવી પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં એવો દાવો થઇ રહ્યો છે કે, કોવિડથી મૃત્યુ પામેલા મૃતકના પરિજનને સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય રાશિ મળશે. ૉ

કોવિડની મહામારીમાં હાલ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઇ રહી છે. કોવિડ સંબંધિત હાલ એક એવી પોસ્ટ પણ સામે આવી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોએ 4 લાખ રૂપિયાની ધન રાશિ સહાય રૂપે મળશે. આ પોસ્ટ સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર જોરશોરથી વાયરલ થઇ રહી છે, શું છે આ પોસ્ટનું સત્ય જાણીએ..

વાયરલ પોસ્ટનું સત્ય શું છે?
કેન્દ્ર સરકરાની વેબસાઇટ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમ સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટના દાવાની તપાસ કરે છે અને જે સત્ય હોય તે જનતા સમક્ષ રજૂ કરે છે. તો ફેક ચેક ટીમની તપાસમાં આ વાયરલ પોસ્ટની માહિતી તદન ખોટી સાબિત થઇ છે. કેન્દ્ર સરકાર દ્રારા આવી કોઇ જાહેરાત કરવામાં નથી આવી. સ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમે લોકોને અનુરોધ કર્યો છે કે, મહામારીના સમયમાં આવી ખોટી અફવાને પોસ્ટ કરીને લોકોને ખોટી દિશામાં ન દોરવી જોઇએ. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્રારા એવો અનુરોધ કરાયો છે કે, સોશિયલ મીડિયા પર વાયલ આવી પોસ્ટ પર વિશ્વાસ કરીને અફવાથી દોરાવવું નહીં.

from india https://ift.tt/3i2rt3K
from india https://ift.tt/3i2rt3K
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો