નવી દિલ્લી:દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.16 ટકા છે. જ્યારે રિકવરી રેટ 90 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 8 ટકાથી ઓછા થઇ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારતનું બીજું સ્થાન છે. કુલ સંક્રમિતની સંખ્યાના મામલામાં પણ ભારતનું બીજુ સ્થાન છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થઇ છે.

દુનિયાના અનેક દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટી છે પરંતુ રાહતની વાત એ છે કે, હવે સંક્રમણનો દર ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે.

એક સમય એવો હતો જ્યારે 24 કલાકમાં નવા કેસ 4 લાખથી લધુ આવી રહ્યાં હતા. જો કે આ આંકડો હવે ઘટીને એક લાખ 65 હજાર થઇ ગયો છે. દેશમાં પોઝિટિવ રેટ ઘટીને આઠ ટકા થઇ ગયો છે. જે સતત ઘટી રહ્યો છે.

કોરોનાની વર્તમાન સ્થિતિને લઇને બીજા દેશોથી ભારતની તુલના કરીએ તો કુલ દર્દીની સંખ્યામાં ભારતથી આગળ માત્ર અમેરિકા છે. અમેરિકામાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 34, 043098 છે તો બીજી તરફ ભારતમાં 2,78,94,800 લોકો ભારતમાં અત્યાર સુધી કોરોના શિકાર થઇ ચૂક્યાં છે.ભારત બાદ ત્રીજા નંબર પર બ્રાજિલ છે. જયાં 16,15,120 લોકો કોરોનાની ઝપેટમાં છે.

કોરોના કેસની દેશના પાંચ દેશોમાં શું છે સ્થિતિ
દુનિયા - 17,0044, 172
અમેરિકા- 609,544
બ્રાઝીલ- 462,092
ભારત-3,25, 972
મેક્સિકો- 223,507
બ્રિટેન - 127,781

ભારતમાં કોરોના સાથે જોડાયેલી માહિતી

એક્ટિવ કેસના મામલે ભારત દુનિયામાં બીજા સ્થાને છે એટલે કે, ભારત એવો બીજો દેશ છે. જ્યાં સૌથી વધુ લોકો સંક્રમિત છે. હજુ પણ દુનિયામાં દર ત્રીજું મોત ભારતમાં થઇ રહ્યું છે. દેશમાં કોરોનાનો મૃત્યુ 1.16 ટકા છે. જ્યારે રિકવરી રેટ 90 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 8 ટકાથી ઓછા થઇ ગયા છે.

from india https://ift.tt/2SBGcYN
from india https://ift.tt/2SBGcYN
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો