કોરોનાથી નિરાધાર થયેલા બાળકો માટે રૂપાણી સરકારની બાલ સેવા યોજના જાહેર, મહિને કેટલા રૂપિયા મળશે સહાય?
<p>કોરોનાથી માતા-પિતા ગુમાવનારા બાળકો માટે રાજ્યમાં બાળસેવા યોજના શરૂ કરાશે. યોજના અંતર્ગત નિરાધાર બાળક અઢાર વર્ષનું થાય ત્યાં સુધી મહિને ચાર હજારની સહાય કરાશે. બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ-લોન અને સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 21થી 24 વર્ષના પીડિતોને છ હજાર રૂપિયાની સહાય કરાશે. ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટી ધોરણે આપવામાં આવશે. વિદેશ અભ્યાસ કરવા જવા માટેની લોન પણ અપાશે. કોરાનાથી માતા-પિતા બંને ગુમાવેલા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ- મા કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવારને અગ્રતાક્રમ આપવામાં આવશે. બાળકોના પરિવારને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ રાહત દરે આપવામાં આવશે.</p> <p> </p>
from gujarat https://ift.tt/2SJcv83
from gujarat https://ift.tt/2SJcv83
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો