ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના સંક્રમણમાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે નવી યોજનાની જાહેરાત કરી છે. સરકારે મુખ્યમંત્રી બાળસેવા યોજના જાહેર કરી છે. જેની શરુઆત આવતીકાલથી શરૂ થઈ જશે. આ યોજનામાં જે બાળક અનાથ બન્યું છે અને તેમના માતા-પિતા બંનેનું કોરોનાથી મૃત્યુ થયું છે તેવા બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ લેનારા બાળકો 18 વર્ષના થાય ત્યા સુધી દર મહિને તેમને 4 હજાર રૂપિયા સહાય આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ માતાપિતાના બાળકો માટે મુખ્યમંત્રી બાલ સેવા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દર મહિને બાળક દીઠ રૂપિયા 4000 માસિક સહાયતા અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમના માટે આફ્ટર કેર યોજના શરુ કરવામાં આવી છે જેમાં 6000 રૂપિયા બાળકને અપાશે. આવા બાળકોને વિદેશ અભ્યાસ માટે મદદ કરવામાં આવશે.

રાજ્ય સરકારની આ જાહેરાત અનુસાર કોરોનાના કારણે માતાપિતા ગુમાવનાર અને નિરાધાર થયેલા બાળકોની ચિંતા કરી કેન્દ્ર સરકારે સંવેદના દાખવી છે. ત્યારે રાજ્ય સરકાર પણ આવા બાળકો માટે વિશેષ યોજના આવતી કાલથી જ શરુ કરી દેવામાં આવશે.

જે બાળકના માતાપિતા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોના ભરણપોષણ, આરોગ્ય, રોજગારીનું ધ્યાન રાજ્ય સરકાર રાખશે. આવા બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી બાળક દીઠ 4000 માસિક સહાયતા અપાશે. 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમના માટે આફ્ટર કેર યોજના શરુ કરવામાં આવી છે જેમાં 24 વર્ષ સુધી બાળકોને 6000 રૂપિયાની સહાય અપાશે.

જે બાળકોને વિદેશમાં અભ્યાસ કરવા જવાનું થાય તો આવકની મર્યાદામાંથી મુક્તિ અપાશે અને રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ માટેની લોનની યોજનામાં આ બાળકોને અગ્રતાક્રમ અપાશે. લોનની રકમની મર્યાદામાંથી પણ આ બાળકોને મુક્તિ અપાશે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરનાર આવા બાળકોની 50 ટકા ફી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ રાજ્ય સરકાર આપશે.

કેંદ્ર સરકારે પણ મદદની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે પીએમ કેયર્સ ફંડ દ્વારા કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. દેશમાં કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવા બાળકોને PM કેર ફંડમાંથી 10 લાખની મદદ કરાશે. તેમનો ભણવાનો ખર્ચ પણ આ ફંડમાંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે.

from gujarat https://ift.tt/3i82DPZ
from gujarat https://ift.tt/3i82DPZ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો