મુખ્ય સામગ્રી પર જાઓ

કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતાએ ગુજરાતના પ્રભારી બનવાનો કરી દીધો સ્પષ્ટ ઈન્કાર, જાણો હવે ક્યા બે નેતામાંથી એકને સોંપાશે જવાબદારી ?

અમદાવાદઃ રાજ્યસભાના સભ્ય રાજીવ સાતવનું કોરોનાના લીધે અવસાન થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રભારીપદ હાલમાં ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની નિમમઊક કરવાની તૈયારી શરૂ કરી છે. આ માટે સચિન પાયલોટની પસંદગી કરાઈ હતી પણ પાયલોટે સાફ ઈન્કાર કરી દીધો છે.

સોનિયા ગાંધી દ્વારા સચિન પાયલોટને ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી બનાવીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષની કમાન સોંપવા નક્કી કરાયુ હતું પણ તેમણે આ જવાબદારી સ્વિકારવા ઈન્કાર કરી દીધો છે. સૂત્રોના મતે, કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલોટને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પદે નિયુક્ત કરવા ઓફર કરાઇ હતી પણ તેમણે ધરાર ઇન્કાર કરી દીધો છે. પાયલોટ રાજસ્થાનના રાજકારણમાં જ રહેવા માગે છે.

પાયલોટના ઈન્કાર પછી હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી તરીકે કોંગ્રેસના સિનીયર નેતા બી. કે. હરિપ્રસાદ , મોહન પ્રકાશ, મુકુલ વાસનિક અને અવિનાશ પાંડેનાં નામો ચર્ચાઇ રહ્યાં છે.  બી.કે .હરિપ્રસાદ અગાઉ   ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદે સેવા આપી ચૂક્યાં છે. હરિપ્રસાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉપરાંત સંગઠનના કાર્યકરોથી સારી રીકે વાકેફ છે. મોહન પ્રકાશ પણ ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે રહી ચૂક્યાં છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે  ગુજરાતના પ્રભારીપદે મોહન પ્રકાશના નામની ભલામણ કરી હોવાનું કહેવાય છે. સિનીયર નેતા મુકુલ વાસનિકનું   નામ પણ પ્રભારીની રેસમાં છે. હાલ વાસનિક મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રભારી પદે છે. અવિનાશ પાંડેનુ નામ પણ હાઇકમાન્ડના યાદીમાં છે પણ કોંગ્રેસનાં સૂત્રોના મતે, આ ચારેય નેતા પૈકી બી. કે. હરિપ્રસાદ અને મોહન પ્રકાશમાંથી કોઈ એકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાય તેવી સંભાવના છે.

કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી એકાદ-બે સપ્તાહમાં જ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રભારીના નામની જાહેરાત થઇ શકે છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે એકાદ વર્ષ બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા માળખાની ઝડપથી રચના કરાય એટલા માટે કોગ્રેસ હાઇકમાન્ડે નવા પ્રદેશ પ્રભારીની શોધખોળ આદરી છે.

from gujarat https://ift.tt/2RZJuVR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.

કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...