મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાની રસી લેનારનું રસી લીધાના બે વર્ષમાં થશે મોત? નોબલ પ્રાઈઝ વિનર વિજ્ઞાનીએ ઈ-મેલ દ્વારા આપી આ ખતરનાક ચેતવણી?

નવી દિલ્હીઃ દેશ અને દુનિયાભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેનાથી બચવા માટે દરેક દેશ લૉકડાઉન અને અનેક પ્રતિબંધો લગાવી રહી છે. પરંતુ વિશેષજ્ઞોનુ કહેવુ છે કે, જો કોરોનાને માત આપવી હોય તો રસીકરણ પુરજોશમાં કરવુ પડશે. કોરોનાથી બચવા માટે હાલ દુનિયામાં એકમાત્ર ઉપાય કોરોનાનુ વેક્સિનેશન છે. જોકે, આનાથી વિરુદ્ધ હાલ સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે, જે ફ્રાન્સના નૉબલ પુરસ્કાર વિજેતા લ્યૂક મૉન્ટાગ્નિયાર (Luc Montagnier)ના નામના ઉલ્લેખ વાળો છે, આ મેસેજમાં બતાવવામાં આવ્યુ છે કે કોરોના વેક્સિન લેનારા લોકોનુ બે વર્ષમાં મોત થઇ જશે.

શું છે વાયરલ મેસેજ.....
સોશ્યલ મીડિયા પર અત્યારે ફ્રાન્સીસી નૉબલ પુરસ્કાર વિજેતા લ્યૂક મૉન્ટાગ્નિયાર (Luc Montagnier)નો હવાલો આપતો એક નકલી ઇ-મેલ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જણાવાયું છે કે-  કોરોના રસી લેનારાઓનું મૃત્યુ નક્કી છે, જેને લઇને લોકોમાં ભય ફેલાઇ રહ્યો છે. જોકે, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ (પીઆઈબી) સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી આ સાથેની કૉવિડ-19 રસીના દાવાનો ફગાવી કાઢ્યો છે, અને આને માત્ર અફવા ગણાવી છે. આ તસવીરમાં ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા લ્યૂક મૉન્ટાગ્નિયારને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે કોઇ પણ વેક્સીન લેનાર વ્યક્તિની બચવાની કોઇ સંભાવના નથી, બે વર્ષની અંદર વેક્સિન લેનારાનુ મોત નક્કી છે. સરકારે આ તમામ પ્રકારના દાવાનો પાયોવિહોણા ગણાવ્યા છે. સરકારે કહ્યું છે કે કોવિડ-19 રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. સરકારે લોકોને આવી સામગ્રી ફેલાવવાનું ટાળવાની વિનંતી કરી છે.

આસામ પોલીસે શું કર્યુ ટ્વીટ.....
આસામ પોલીસ દ્વારા આજે એક ટ્વીટ કરવામાં આવ્યુ છે, આસામ પોલીસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યુ છે જેમાં લખાયુ છે કે- સોશ્યલ મીડિયા પર એક ફ્રાન્સીસી નૉબલ પુરસ્કાર વિજેતાના નામથી કોરોના રસીકરણને લઇને કેટલાક મીસલીડિંગ ક્વૉટ કરવામાં આવી રહ્યાં છે, જેમાં તેમને જવાબદાર ગણાવવામાં આવ્યા છે, તે ખરેખર ખોટા છે. આ સંદર્ભમાં આપવામાં આવેલા આંકડા પણ ખોટા છે. અમે નાગરિકોને અનુરોધ કરીએ છીએ કે આ ખોટા અને પાયાવિહોણા મેસેજને ફોર્વર્ડ કરીને પ્રોત્સાહિત ના કરે. યાદ રાખો ખોટી માહિતી વાયરસની જેમ ઘાતક બની શકે છે. #ThinkBeforeYouShare

A misleading quote attributed to a French Nobel Laureate about Vaccines is being shared on Social Media with a false context.

We request citizens to not promote these unverified forwards.

Remember, Misinformation can be as deadly as the virus itself.#ThinkBeforeYouShare pic.twitter.com/jBjColRZOe
— Assam Police (@assampolice) May 25, 2021

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ.....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ-  બે કરોડ 71 લાખ 57 હજાર 795
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816
કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591
કુલ મોત - 3 લાખ 11 હજાર 591

20 કરોડથી વધારેને રસી અપાઈ.....
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 20 કરોડ 06 લાખ 62 હજાર 456 ડોઝ આપવામાં આવ્યા છે.

કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ.....
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 33,48,11,496 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 25 મે ના રોજ 22,17,320 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત.....
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.

from india https://ift.tt/3bU5QyE

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...