નવી દિલ્હીઃ આંકડા જણાવે છે કે ભારતમાં કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે ઘટી રહ્યો છે. જોકે મૌતની સંખ્યા હજુ પણ ઘણી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર વિતેલા 24 કલાકમાં 1 લાખ 52 હજાર 734 નવા કોરોનાના કેસ નોંધાયા અને 3128 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 38 હજાર લોકો કોરોનાથી ઠીક પણ થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં 88416 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા શનિવારે 165553 લાખ નવા કેસ નોંધાયા હતા.

આજે દેશમાં સતત 18માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં વધારે સંખ્યામાં દર્દી રિકવર થયા છે. 30 મે સુધી દેશભરમાં 21 કરોડ 31 લાક 54 હજાર129 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. વિતેલા દિવસોમાં 10 લાખ 18 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા જ્યારે અત્યાર સુધી 34 કરોડ 48 લાખથી વધારે કોરના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસોમાં 16.83 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જ્યારે પોઝિટિવીટી રેટ 8 ટકાથી પણ વધારે છે.

દેશમાં આજે કોરોનાની સ્થિતિ

કુલ કોરોનાના કેસ – 7 કરોડ 80 લાખ 47 હજાર 531

કુલ ડિસ્ચાર્જ – બે કરોડ 56 લાખ 92 હજાર 342

કુલ એક્ટિવ કેસ – 20 લાખ 26 હજાર

કુલ મોત – 3 લાખ 29 હજાર 100

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.17 ટકા છે જ્યારે રિકવરી રેટ 91 ટકાથી વધાર છે. એક્ટિવ કેસ ઘટીને 8 ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

કોરોનાની વર્તમાન સ્થિતિને લઇને બીજા દેશોથી ભારતની તુલના કરીએ તો કુલ દર્દીની સંખ્યામાં ભારતથી આગળ માત્ર અમેરિકા છે. અમેરિકામાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 34, 043098 છે તો બીજી તરફ ભારતમાં 2,78,94,800 લોકો ભારતમાં અત્યાર સુધી કોરોના શિકાર થઇ ચૂક્યાં છે.ભારત બાદ ત્રીજા નંબર પર બ્રાજિલ છે. જયાં 16,15,120 લોકો કોરોનાની ઝપેટમાં છે.

કોરોના કેસની પાંચ દેશોમાં શું છે સ્થિતિ

દુનિયા - 17,0044, 172

અમેરિકા- 609,544

બ્રાઝીલ- 462,092

ભારત-3,25, 972

મેક્સિકો- 223,507

બ્રિટેન - 127,781

from india https://ift.tt/3p3Hw2E
from india https://ift.tt/3p3Hw2E
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો