Covid-19:આખી દુનિયા દોઢ વર્ષથી કોવિડ સામે લડાઇ લડી રહ્યો છે તો બીજી બાજુ કોરોનાની રોકથામ માટે દુનિયાભરમાં વેક્સિન ચાલી રહ્યું છે. જો કે જે લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે. તેવા લોકોમાં એન્ટીબોડી બની ગઇ હોય છે, જેથી વેક્સિન આવા લોકોને રિકવર થયાના એક મહિના બાદ વેક્સિન લેવાની સલાહ આપવામાં આવે છે.

શું કહે છે રિસર્ચ

તાજેતરમાં, સેન્ટ લૂઇસમાં વોશિગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં હાથ ધરાયેલા એક સંશોધનમાં, એવું બહાર આવ્યું છે કે કોવિડની recovery બાદ મહિનાઓ સુધી એન્ટિબોડીઝ શરીરમાં બની રહે છે. સાર્સ-કોવી -2 વાયરસ પરના આ તાજેતરના સંશોધનમાં, એવું પણ જાણવા મળ્યું છે કે આવા કોષો કોવિડથી સંક્રમિત દર્દીમાં પણ આજીવન પણ રહી શકે છે. આ રોગપ્રતિકારક કોશિકાઓ દ્વારા શરીરમાં એન્ટિબોડીઝની રચના થાય છે.

1 વર્ષથી વધુ સમય રહે છે એન્ટીબોડી
રિસર્ચનું તારણ છે કે, હળવા કોવિડના લક્ષણો ધરાવતા લોકોમાં બહુ લાંબા સમય સુધી એન્ટીબોડી રહે છે. જેથી સંક્રમણનું જોખમ ઓછું રહે છે. જો કે ગત વર્ષે રિસર્ચનું એવું તારણ સામે આવ્યું હતું કે બહુ જલ્દી એન્ટીબોડી ખતમ થઇ જાય છે. જ્યારે નવી શોધનું તારણ છે કે, એન્ટીબોજી 11 મહીના સુધી રહે છે.

શરીરમાં અહીં રહે છે એન્ટીબોડી
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના ઇન્ફકશન બાદ મોટાભાગે એન્ટીબોડી ઈમ્યૂન સેલ્સ શરીરમાં મરી જાય છે. જેમાં બ્લડ લેવલમાં ઘણો ઘટાડો થાય છે. જો કે તેમ છતાં પણ ઓન્ટીબોડી પ્રોડ્યૂસ કરનાર ઇમ્યૂન સેલ્સ હંમેશા શરીરમાં રહે છે. જેને લોન્ગ લાઇવ પ્લાજ્મા સેલ્સ માઇગ્રેટ કહે છે. આ સેલ્સ આપણા બોનમેરોમાં રહે છે અને સંક્રમણથી અમને બચાવે છે.

આ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એકવાર ચેપ લાગ્યો હોય અને કોરોનાને ફરીથી ચેપ લાગશે નહીં તે જરૂરી નથી. કારણ કે આ વાયરસ નવો છે અને સમય સમય પર બદલાતો રહે છે, આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે છેલ્લા 1 વર્ષમાં, ઘણા નવા પ્રકારો બહાર આવ્યા છે. તેથી, બેદરકાર ન બનો અને કોવિડના નિયમોનું યોગ્ય રીતે પાલન કરો

from india https://ift.tt/3vx0NMD
from india https://ift.tt/3vx0NMD
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો