<p>સુરત પોલીસ બાદ પૂર્વ કચ્છ પોલીસના કર્મચારીઓનો જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે. પૂર્વ કચ્છના લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓએ જન્મદિવસની ઉજવણી કરી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે જન્મદિવસની ઉજવણીમાં આતશબાજી કરવામાં આવી રહી છે. પોલીસકર્મીઓ ડાંસ કરી રહ્યા છે. એટલું જ નહીં બોટલ આકારની કેક બનાવામાં આવી છે. તો ટેબલ પર પ્રતિબંધિત હુક્કો પણ દેખાઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ પૂર્વ કચ્છ પોલીસવડા મયુર પાટીલે તાત્કાલિક અસરથી LCBના હેડકોન્સ્ટેબલ બાલુભાઇ ગરેજા, રામદેવસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પુરોહિત અને પ્રવિણભાઇ આલની પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે.</p>
from gujarat https://ift.tt/3yJOqyF
from gujarat https://ift.tt/3yJOqyF
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો