આ બિઝનેસમેને 11 વર્ષની છોકરી પાસેથી 10 કેરી 1.20 લાખમાં ખરીદીને બતાવી માનવતા, છોકરીએ પૈસામાંથી શું ખરીદ્યું ?

જમશેદપુરઃ જમશેદપુરમાં રહેતી તુલસીને ઓનલાઇન ક્લાસ માટે સ્માર્ટફોન ખરીદવો હતો. પરંતુ રૂપિયાના અભાવે ખરીદી શકતી નહોતી. જેના કારણે તે રોજ સવારે કેરીના બગીચામાંથી કેરી લાવીને સડક પર ઉભી રહીને વેચતી હતી. એક દિવસ મુંબઈના એક બિઝનેસમેન જ્યારે તુલસી પાસે કેરી ખરીદવા આવ્યા અને વાતચીત દરમિયાન ખબર પડી કે લોકડાઉન દરમિયાન મોબાઇલ ન હોવાના કારણે અભ્યાસ કરી શકતી નહોતી. જે ભણવા માટે મોબાઇલ ખરીદવા માંગતી હતી અને રોજ સવારે કેરી લઈને અહીં વેચવા આવતી હતી.

આ જાણીને મુંબઈની વેલ્યુએબલ એડુટેનમેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અમેયા હેતે ન માત્ર આશ્ચર્ય ચક્તિ થયા પરંતુ બાળકીનો અભ્યાસ પ્રત્યેનો ઝનૂન જોઈને મોબાઈલ અપાવવાનો પ્રયાસ કર્યો. જે બાદ તેમણે બાળકી પાસેથી 12 કેરી ખરીદી અને એક કેરીનો ભાવ 10 હજાર ગણીને 1.20 લાખ રૂપિયા આપ્યા. ઉપરાંત બાળકીને એક વર્ષનું મોબાઈલ રિચાર્જ પણ કરાવી દીધું. તુલસી આજે આ ફોનમાંથી સ્માર્ટફોન ખરીદી ચૂકી છે અને હવે તેને ઓનલાઈન અભ્યાસ પણ શરૂ કરી દીધો.

અમેયા હેતેએ જણાવ્યું હતું કે તુલસીના પિતા શ્રીમન કુમારની કોરોનામાં નોકરી છૂટી ગઈ. એવામાં બાળકીના ભવિષ્યને લઈને તેઓ ઘણા જ ચિતિંત હતા. હવે તુલસીના અભ્યાસનો ખર્ચ તેઓ સમયાંતર ઉઠાવતા રહેશે. તુલસીને બુક ખરીદીને આપી દેવાઈ છે. મોબાઈલ પણ એક વર્ષ માટે રિચાર્જ કરાવી દીધો છે.

તુલસીએ જણાવ્યું હતું કે હવે તે જાતે જ ભણશે અને સાથે બે બહેન રોશની તથા દીપિકાને પણ ભણાવશે. તેનું સપનું છે કે ત્રણેય બહેન ટીચર બનીને ગરીબ બાળકોને શિક્ષણ આપે, જેનાથી કોઈપણ ગરીબ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય.

બાગુન્હાતુ સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં ભણતી તુલસી પૈસાની અછતને કારણે ભણવાનું છોડવાની અણીએ પહોંચી ગઈ હતી. ઘરની આર્થિક હાલત સારી નથી, તો બીજી તરફ તુલસીને ભણવાનું જુનૂન પણ છે. હાલ લોકડાઉન ચાલી રહ્યું છે અને ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલની તાતી જરૂર હતી. તેથી તુલસી દરરોજ બગીચામાંથી કેરી તોડીને રસ્તા પર બેસીને વેચતી હતી. આ દરમિયાન તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી. એ બાદ મુંબઈના બિઝનેસમેન અમેયા હેતે તુલસીની મદદ માટે આગળ આવ્યા હતા.

from india https://ift.tt/3dsRfLg
from india https://ift.tt/3dsRfLg
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો