ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર 80 દિવસ બાદ આજે ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસને જોતા આ વર્ષે 9 એપ્રિલથી મંદિર સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યું હતું. વિતેવા વર્ષે શરૂ થયેલ આ મહામારીને કારણે મંદિર બીજી વખત બંધ કરવું પડ્યું હતું.

મંદિર આજે સવારે 6 કલાકથી ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. જોકે, મંદિરના ગર્ભગૃહ અને નંદી હોલમાં પ્રવેશની મંજૂરી નહીં હોય. મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. મંદિરમાં તેમને જ પ્રવેશ આપવામાં આવશે જેને કોરોના રસીનો એક ડોઝ લઈ લીધો હશે અથવા જેનો 48 કલાક પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ હશે. પ્રવેશ સમયે શ્રદ્ધાળુઓએ તેનું સર્કિફિકેટ બતાવવું જરૂરી છે.

દરરોજ સવારે 6થી સાંજે 8 સુધી શ્રદ્ધાળુઓને એન્ટ્રી

દરરજો સવારે છ કલાકથી સાંજે 8 કલાક સુધી 3500 શ્રદ્ધાળુઓને મંદિરમાં એન્ટ્રી મળશે. તેના માટે બે બે કલાકના સ્તા સ્લોટ બનાવવામાં આવ્યા છે અને એક ક્લોટમાં માત્ર 500 લોકોને મંજૂરી હશે. કોરોના મહામારી શરૂ થયા પહેલા દરરોજ અંદાજે 20000 લોકો આ મંદિરના દર્શન કરવામાં આવતા હતા. જણાવીએ કે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી અંદાજે 175 કિલોમીટર દૂર ધાર્મિક નગરી ઉચ્ચેજમાં આવેલ મહાકાલેશ્વર મંદિર, ભગવાન શિવના દેશના 15 જ્યોતિર્લિંગોમાંથી એક છે.

pic.twitter.com/z1q5Alx2VM
— Shree Mahakaleshwar Ujjain (@ujjainmahakal) June 28, 2021

pic.twitter.com/To9TmvN90B
— Shree Mahakaleshwar Ujjain (@ujjainmahakal) June 28, 2021

ભક્તોએ કોવિડ -19 માટે બનાવેલ તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે જેમ કે બે યાર્ડનું અંતર અને માસ્ક પહેરીને.

શિવજીના બાર જ્યોતિર્લીંગોમાંનુ એક છે મહાકાલ મંદિર. શિવ પુરાણમાં આપેલી કથાનુસાર દુષણ નામના રાક્ષસના અત્યાચારોને લીધે જ્યારે ઉજ્જૈનના લોકો ત્રસ્ત થઈ ગયાં ત્યારે તેઓએ શિવની ઉપાસના કરી. આરાધનાને લીધે પ્રસન્ન થઈ શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. રાક્ષસનો નાશ કર્યો અને ભક્તોના આગ્રહને કારણે ઉજ્જૈનમાં જ્યોતિર્લીગ રૂપે પ્રતિષ્ઠિત થયાં.

from india https://ift.tt/3qtlBTg
from india https://ift.tt/3qtlBTg
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો