ગાંધીનગરઃ કોરોનાકાળ (Coronavirus) વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM Vijay Rupani) દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. કોરોનાના લોકડાઉન (Lockdown), રાત્રિ કર્ફ્યુ (Night Curfew)સહિતના નિયંત્રણોને કારણે ધંધા રોજગારમાં પડેલા ફટકાને કારણે સરકારે આંશિક રાહત આપતો નિર્ણય કર્યો છે.

આ ધંધાર્થીઓને રાહત મળતા વધુ એક વ્યવસાયે સરકાર પાસે રાહતની માંગ કરી છે. રાજકોટના જીમ સંચાલકોએ કહ્યું કે અમારો વ્યવસાય છેલ્લા દોઢ વર્ષથી બંધ છે, તો સરકાર હોટલ, રેસ્ટોરન્ટ, વોટરપાર્કને રાહત આપતી હોય તો તમારા વ્યવસાયને કેમ નહીં. રાજકોટમાં 65 જેટલા જિલ્લા આવેલા છે. જીમમાં પણ સરકાર ટેક્સ અને પીજીવીસીએલની રાહત આપે. છેલ્લા દોઢ વર્ષથી રાજકોટમાં અનેક ભાડાપટ્ટે ચાલતા જીમ બંધ થઈ ગયા. જિમ કરવાથી યુનિટી વધે છે તો કેમ સરકાર દ્વારા જીનને છૂટ આપવામાં આવતી નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમા ગુજરાતમાં હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત અપાઈ છે. નિર્ણય અનુસાર રાજ્યમાં પહેલી એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે , આવા હોટલ , રીસોર્ટ્સ , રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને વીજબીલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે. અને ખરેખર જે વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલની આકારણી કરીને ચાર્જ વસૂલ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કના સંચાલકો અને માલિકોમાં ખુશીની લાગણી છવાઈ છે.

<a href="https://ift.tt/3v2mSkT Cases India: દેશમાં કોરોની કુલ મૃત્યુઆંક 3.50 લાખને પાર, બે મહિના બાદ નોંધાયા સૌથી ઓછા દૈનિક કેસ

from gujarat https://ift.tt/3w6CW6K
from gujarat https://ift.tt/3w6CW6K
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો