<p>અમરેલી જિલ્લામાં ભાજપ મહિલા મોરચાના મહામંત્રીના ફેસબુક પોસ્ટ પર થયેલ બિભસ્ત કોમેન્ટને લઈ ફરિયાદ કરી હતી. તરઘડી ગામના મહિલા સરપંચની હાલમા જ મહિલા મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ હતી. જેના માટે અભિનંદન માટે મુકાયેલી એક ફેસબુક પોસ્ટમાં એક વ્યક્તિએ અપશબ્દોવાળી કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટ તેમના ગામ તરઘડીના ભાવેશ નિમાવત નામના શખ્સે કરી હોવાનો આરોપ છે. હાલ તો મહિલા મોરચાના મહામંત્રીએ વડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.</p>
from gujarat https://ift.tt/3pYGYLV
from gujarat https://ift.tt/3pYGYLV
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો