મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં ચોમાસાની પધરામણી, આ વિસ્તારમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નૈઋત્યના ચોમાસાની ગુજરાતમાં પધરામણી થઈ ગઈ છે. ગુજરાતમાં અગાઉ 15 જૂન બાદ ચોમાસાની આગમનની આગાહી કરવામાં આવતી. પરંતુ તેનાથી સાત દિવસ અગાઉ જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન વલસાડમાંથી પસાર થયું છે. સાથે જ નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. 30 જૂન સુધી રાજ્યભરમાં ચોમાસુ સક્રિય થઈ જશે.

હવામાન વિભાગે આજે, 13 અને 14 જૂનના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વલસાડ જિલ્લાના કપરાડામાં દિવસ દરમિયાન ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દાદરાનગર હવેલી વિસ્તારમાં ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

હવાામાન વિભાગે જણાવ્યું છે કે, 'દક્ષિણ ઓડિશાથી દક્ષિણ ગુજરાત સુધી મોર્નિંગ ટ્રો છે. જ્યારે ૧૨થી ૧૫ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ, દીવ, અમદાવાદ, આણંદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે. .રાજ્યમાં આ વખતે ૧૦૩ટકાથી ૧૦૫ ટકા સુધી વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા બે વર્ષથી  સરેરાશ વરસાદ ૪૦ ઈંચથી વધારે નોંધાયો છે.

મુંબઈમાં ઘણા વર્ષો બાદ ચોમાસાએ એક દિવસ વહેલું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું છે. મંગળવારના મોડી રાતથી શરૂ થયેલા વરસાદની તીવ્રતા ખૂબ જ વધી ગઈ છે. જેથી વરસી રહેલા મૂશળધાર વરસાદના પગલે સમગ્ર મુંબઈ પહેલા વરસાદમાં જળબંબાકાર બનતાં જનજીવન અસ્તવસ્ત થયું છે.

શહેરમાં ચોવીસ કલાક દરમિયાન લગભગ અગિયાર  ઇંચ વરસાદ વરસ્યો. ચાર દિવસ મુંબઈ સહિત કોંકણ પર ઓરેંજ અને રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તેમ જ રસ્તા, હાઇવે અને પાટામાં પાણી ભરાતાં લોકલ સેવા ઠપ થઈ તેમ જ વાહનવ્યવહાર પર અસર પડી છે. મધ્ય રેલવેના પાટામાં પાણીમાં ડૂબી ગયા છે. કુર્લા-સાયન વચ્ચે પાણી પાટામાં ભરાતાં મધ્ય રેલવેની તથા ચુનાભઠ્ઠી ખાતે પાટામાં પાણી ભરાતા હાર્બરની રેલવે સેવા બંધ રહી છે. જેના લીધે અતિ આવશ્યક સેવા આપનારા કર્મચારીઓ કામ પર જવા રખડી પડયા છે.

મંગળવાર રાતે ૮થી બુધવાર રાતે ૮ વાગ્યા સુધી વીતેલા ૨૪ કલાક દરમિયાન સાંતાક્રુઝમાં સાડાદસ ઇંચ,અને કોલાબામાં પોણાચાર ઇંચ વરસાદ વરસ્યો, દાદર, કુર્લા, સાયન, માટુંગા, હિંદમાતા, અંધેરી, ઘાટકોપર, ગોરેગામ, મલાડ, જોગેશ્વરી, કાંદિવલી, બોરીવલી, ભિવંડી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારમાં પાણી કેડસમા ભરાયા છે.

from gujarat https://ift.tt/3g9hh8o

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...