મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાની બીજી લહેરમાં આટલા કરોડ લોકોએ ગુમાવી નોકરી, જાણો કેટલાક પરિવારની આવક ઘટી

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમીના જણાવ્યા મુજબ, આ બીજી લહેરને કારણે દેશના લગભગ 1 કરોડ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. તો કોરોનાની  શરૂઆતથી 97 ટકા પરિવારોની આવક ઓછી થઈ.

ગત વર્ષથી કોરોનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે અને આ બીજી લહેર એકદમ ભયાનક સાબિત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બીજી લહેરમાંલાખો-કરોડો લોકોને રોગચાળોનો ચેપ લાગ્યો  તો મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો.  તે જ સમયે, દેશમાં આશરે 1 કરોડ લોકોએ આ બીજી લહેરના કારણે નોકરી પણ ગુમાવી.

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મહેશ વ્યાસના જણાવ્યા અનુસાર ગયા વર્ષમાં કોરોનાની શરૂઆતથી, 97 97 ટકા પરિવારોએ પણ તેમની આવકમાં નોંધપાત્ર અસર જોવા મળી છે. તેમણે કહ્યું કે, "બેરોજગારીનો દર જે એપ્રિલ મહિનામાં 8 ટકા હતો તે હવે મે મહિનામાં વધીને 12 ટકા થયો છે. જેનો સીધો અર્થ એ છે કે આ રોગચાળાને કારણે લગભગ 1 કરોડ ભારતીયોએ નોકરી ગુમાવી છે."

વ્યાસના મતે, લોકોની નોકરી જવા પાછળનું મુખ્ય કારણ કોરોનાની બીજી લહેર છે. તેમણે કહ્યું, "આ સમય દરમિયાન નોકરી ગુમાવનારાઓને નવી નોકરી મળવી મુશ્કેલ થઈ રહી છે."

આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે કોરોનાને કારણે લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે બેકારીનો દર 23.5 ટકા પર પહોંચી ગયો હતો. વ્યાસે કહ્યું કે, "બેરોજગારીનો દર ભારતીય અર્થતંત્ર માટે સામાન્ય હોવાનું કહેવાય છે. તે જ સમયે, તે હાલમાં જે ટકાવારી છે તે જણાવે છે કે પરિસ્થિતિ સામાન્ય થવા માટે હજું સમય લાગશે. પર સમય લેશે."

97ટકા પરિવારની આવક ઘટી

વ્યાસે જણાવ્યું હતું કે, સીએમઆઈઇએ ગત મહિને 1.75 લાખ પરિવારોના સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. સર્વેક્ષણમાં  3 ટકા પરિવાર જ એવા છે તેમની આવક વધી છે.  જ્યારે 55 ટકા લોકોની આવકમાં ઘટી છે. તો  42 ટકા એવા લોકો છે જેમની આવક ગત વર્ષ હતી તેટલી યથાવત રહી છે.  સર્વે મુજબ એવોો અનુમાન છે કે, 97  ટકા કુટુંબો એવા  છે જેમની આવક કોરોના રોગચાળા દરમિયાન ઘટી છે."

from india https://ift.tt/3wRzUmN

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...