મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને રાહતના સમાચાર, જાણો ટાસ્ક ફોર્સના ચેરમેને શું દાવો કર્યો...

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ રાહતના સમાચાર મળી રહ્યા છે. કોરોના ટાસ્ક ફોર્સના ચેયરમેન ડોક્ટર એન.કે.અરોરાએ દાવો કર્યો કે દેશમાં ત્રીજી લહેર મોડી આવશે. આગામી વર્ષે ફેબ્રુઆરી કે માર્ચમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જેના કારણે દેશને 6થી આઠ મહિનાનો સમય મળશે. આ સમયનો ઉપયોગ કરી આખા દેશમાં જો વેક્સીનેશન થઈ જશે તો ત્રીજી લહેરને લડત આપી શકીશું.

નોંધનીય છે કે ગઈકાલે ગુજરાતમાં કોરોનાના 112 કેસ નોંધાયા છે જ્યારે ૩ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં ગઈકાલે 305 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.  હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 3678 છે. જે પૈકી 21 દર્દી વેન્ટીલેટર પર છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત કોર્પોરેશનમાં 13 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરત અને વડોદરામાં 7-7 કેસ, નવસારી અને વલસાડમાં 4-4 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 3-3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, જાનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢ તથા જુનાગઢ કોર્પોરેશનમાં 2-2 કેસ, ખેડામાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, મહાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરમાં 1 તથા ભાવનગરમાં 1 મળી કુલ 3 દર્દીના કોરોનાથી નિધન થયા હતા.

આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ

અમદાવાદ, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહીસાગર, મોરબી, નર્મદા, પાટણ, સાબરકાંઠામાં એક પણ કેસ નોંધાયો નહોતો.

રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3678 છે. જેમાંથી હાલ 3666 લોકો સ્ટેબલ છે. 21 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,09,506 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10,051 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ (Recovery Rate) 98.33 ટકા છે.

કેટલા લોકોએ લીધી રસી

રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,40,985 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,46,38,142 પર પહોંચ્યો છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના કુલ કેલ ત્રણ કરોડ 2 લાખ 33 હજાર 183 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો બે કરોડ 95 લાખ 51 હજાર 029 છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 5 લાખ 68 હજાર 403 છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3 લાખ 95 હજાર 751 થયો છે.

from india https://ift.tt/3qvkTov

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.

કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...