Brisbane Lockdown: ઓસ્ટ્રેલિયાના વધુ એક મોટા શહેરમાં લાદવામાં આવ્યું લોકડાઉન, લોકો ઘરની બહાર પણ નહીં નીકળી શકે

બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયામાં ફેલાયેલા ડેલ્ટા કોરોના વાયરસ વેરિયંટના (Coronavirus Delta Variant) કારણે લગભગ અડધા દેશમાં લોકડાઉન (Lockdown) જેવી સ્થિતિ છે. આજે બ્રિસબેનમાં પણ લોકડાઉન (Brisbane Lockdown) લાદવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આગામી ત્રણ દિવસ સુધી લોકો માત્ર જરૂરી વસ્તુ જ ખરીદવા બહાર નીકળી શકશે. પર્થમાં પણ 24 કલાક પહેલા લોકડાઉન લગાવાયું હતું. આ પહેલા સિડની અને ડાર્વિનમાં લોકડાઉન નાંખવામાં આવ્યું હતું. આમ ઓસ્ટ્રેલિયાના ચાર શહેરોમાં હાલ લોકડાઉન નાંખવામાં આવ્યું છે.

એક પાયલટ ડેલ્યા વેરિયંટથી સંક્રમિત મળ્યા બાદ ગત સપ્તાહ ઓસ્ટ્રેલિયામાં એલર્ટ જાહેર કરાયું હતુ. આ કર્મચારીએ બ્રિસબેન, મેલબ્રન અને ગોલ્ડ કોસ્ટ જતી પાંચ અલગ અલગ ફ્લાઇટમાં કામ કર્યું હતું. ડારવિન શહેરમાં સોનાની ખાણમાં કામ કરતો કર્મચારીમાં ડેલ્ટા વેરિયંટશી સંક્રમિત મળી આવ્યા બાદ લોકડાઉન લગાવાયું હતુ. કર્મચારી કામ પરથી પરત ફર્યા બાદ સંક્રમિત મળી આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં કોરોનાની શું છે સ્થિતિ

કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવામાં હજુ સુધી ઓસ્ટ્રેલિયા સફળ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 30,500થી વધારે લોકો જ સંક્રમિત થયા છે અને 910 લોકોના કોરોનાથી મોત થયા છે. લોકડાઉન, માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગના કડક નિયમોના કારણે ઓસ્ટ્રેલિયા આ સફળતા મેળવી શક્યું છે. પરંતુ વધારે સંક્રામક ડેલ્ટા વેરિયંટના કારણે અહીંયા મોટા પાયે આ સંક્રમણ ફેલાવાનો ખતરો હાલ ઉભો થયો છે.

ભારતમાં આજે કેટલા કેસ નોંધાયા

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. અત્યાર સુધીમાં 40 કરોડ 81 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17 લાખથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.

from world https://ift.tt/2U5kZHs
from world https://ift.tt/2U5kZHs
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો