મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Cases India: 81 દિવસ બાદ નોંધાયા 60 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં 1576 સંક્રમિતોના મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 13માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત છઠ્ઠા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965

કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009

કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243

કુલ મોત - 3 લાખ 86 હજાર 713

દેશમાં સતત 38માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 19 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 66 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.   જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.

India reports 58,419 new #COVID19 cases (less than 60,000 after 81 days), 87,619 discharges & 1576 deaths in last 24 hrs as per Health Ministry

Total cases: 2,98,81,965
Total discharges: 2,87,66,009
Death toll: 3,86,713
Active cases: 7,29,243

Vaccination: 27,66,93,572 pic.twitter.com/MGYvftewvj
— ANI (@ANI) June 20, 2021

કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યામાં વિશ્વમાં બીજા ક્રમે

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.27 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછા થઈ ગાય છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત ત્રીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર

કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.

from india https://ift.tt/3gFNm7W

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...