Coronavirus Vaccination: કોરોનાની વેક્સિન લીધા બાદ બ્લડ કલોટિંગ કેટલું ચિંતાજનક, જાણો શું કહે છે એક્સ્પર્ટ

coronavirus: કોવિડ વાયરસની બીજી લહેર વિનાશકારક સાબિત થતાં લોકો વેક્સિને ઝડપથી લગાવી લેવા ઇચ્છે છે. જો કે વેક્સિનની આડઅસરની ચિંતા પણ લોકોને સતાવી રહી છે. કોરોનાથી બચાવ માટે રસી લગાવ્યાં બાદ તાવ, માથામાં દુખાવો અને થકાવટ જેવા અસ્થાયી લક્ષણો દેખાય છે. અલગ અલગ પરેશાની જોવા મળી રહી છે. ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકા કોવિશીલ્ડની વેક્સિન લીધા બાદ બ્લડ ક્લોટિંગની ફરિયાદ જોવા મળી છે. આડઅસર કેટલી ગંભીર કે ચિંતાજનક છે. જાણીએ.

કોવિડ વાયરસની બીજી લહેર વિનાશકારક સાબિત થતાં લોકો વેક્સિને ઝડપથી લગાવી લેવા ઇચ્છે છે. જો કે વેક્સિનની આડઅસરની ચિંતા પણ લોકોને સતાવી રહી છે. કોરોનાથી બચાવ માટે રસી લગાવ્યાં બાદ તાવ, માથામાં દુખાવો અને થકાવટ જેવા અસ્થાયી લક્ષણો દેખાય છે. અલગ અલગ પરેશાની જોવા મળી રહી છે. ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકા કોવિશીલ્ડની વેક્સિન લીધા બાદ બ્લડ ક્લોટિંગની ફરિયાદ જોવા મળી છે. આડઅસર કેટલી ગંભીર કે ચિંતાજનક છે. જાણીએ. એક્સપર્ટના મત મુજબ વેક્સિન બાદ સામે આવતી બ્લડ ક્લોટિંગની ફરિયાદ સામાન્ય છે. એક્સ્પર્ટનું માનવું છે કે, આ બ્લડ ક્લોટિંગ એવું નથી., જેનાથી હાર્ટ અટેક કે સ્ટ્રોકનો ખતરો રહે. આ જ કારણ છે કે,. કેટલાક દેશોના નિયામકોએ કહ્યું છે કે, રસીથી થતાં ફાયદા આ સાઇડ ઇફેક્ટની તુલનામાં નગણ્ય છે. જોનસન એન્ડ જોનસનની રસીમાં પણ બ્લડ ક્લોટિંગની ફરિયાદ સામે આવી હતી.

લક્ષણ ગંભીર હોય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો
નિષ્ણાતનું કહેવું છે કે, કેટલાક કેસમાં વેક્સિનની ગંભીર આડઅસર જોવા મળી શકે છે. આ કારણે જ વેક્સિન બાદ થોડો સમય લોકોને રોકવાની સલાહ આપવામાં આવે છે. જેથી સાઇડ ઇફેક્ટની તાત્કાલિક જાણ થઇ શકે. બાદ પણ કોઇ ગંભીર લક્ષણ દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. તાત્કાલિક સારવાર મળવાથી ગંભીર સાઇડ ઇફેક્ટનો ઇલાજ કરી શકાય છે.

વેક્સિનની આડઅસર અને તેની અસરકારકતાને શું છે સંબંધ?
કોરોનાથી બચાવ માટે રસી લગાવ્યાં બાદ તાવ, માથામાં દુખાવો અને થકાવટ જેવા અસ્થાયી લક્ષણો દેખાય છે. અલગ અલગ પરેશાની જોવા મળી રહી છે. કેટલાક લોકો એવા પણ છે. જેને કોઇ તકલીફ નથી થતી. આ સ્થિતિમાં સામાન્ય રીતે એ સવાલ થાય કે, વેક્સિન બાદ આવી આડઅસરનો મતબલ શું છે. શું આ આડઅસરનું વેક્સિનેશનની અસર પર કંઇ લેવા દેવા છે. જાણીએ ક્યાં કરાણે વેક્સિનેશન બાદ દેખાય છે સાઇડ ઇફેક્ટ

આ કારણે દેખાય છે સાઇડ ઇફેક્ટ
આપણી ઇમ્યુન સિસ્ટમ બે ભાગમાં કામ કરે છે. પહેલા ભાગમાં શરીમાં કોઇ બહારી વાયરસ કે બેક્ટરિયા આવતા જ ઇમ્યુન સિસ્ટમ સક્રિય થઇ જાય છે. રસી લીધા બાદ પણ કંઇક આવું જ થાય છે. રસી લીધા બાદ વ્હાઇટ સેલ્સ તે જગ્યા તરફ દોડાવા લાગે છે. તેનાથી શરીરમાં ઇન્ફ્લેમેશન થાય છે. આ જ કારણ છે કે, મોટી ઉંમરના લોકો કરતા યુવામાં વધુ આડઅસર જોવા મળે છે.

શું લક્ષણ ન દેખાય તો વેક્સિન બેઅસર છે?
કેટલાક લોકોના મનમાં એ સવાલ છે કે, પહેલા અને બીજા કોઇ પણ ડોઝ બાદ તાવ, થકાવટ જેવી કોઇ પરેશાની ન થઇ તો તેનો અર્થ છે કે, ઇમન્યૂન સિસ્ટમે વેક્સિન પર કોઇ પ્રતિક્રિયા ન આપી? આ સ્થિતિમાં શું વેક્સિનનો ફાયદો નહીં થાય? આ વિચાર ખોટો છે. કોઇ આડઅસર ન દેખાય તેનો અર્થ એ નથી કે, વેક્સિન બેઅસર છે.વેક્સિન લીધા બાદ વાયરસ સામે એન્ટીબોડી બનવીએ ઇમ્યુન સિસ્ટમનો બીજો ભાગ છે. ટૂંકમાં વેક્સિન લીધા બાદ કોઇ આડઅસર થાય કે નહી પરંતુ ઇમ્યૂન સિસ્ટમ એન્ટીબોડી બનાવવાનું કામ બખૂબી કરે છે.

from india https://ift.tt/35b34Bm
from india https://ift.tt/35b34Bm
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો