નવી દિલ્હીઃ સોમવારે પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ શુક્રવારના ભાવ 46190 રૂપિયાથી ઘટીને 46160 રૂપિયા રહ્યો હતો. જ્યારે આજે ચાંદીનાના ભાવમાં તેજી જોવા મળી અને તે 67900 રૂપિયાએ પહોંચી ગઈ. રાજધાની દિલ્હીમાં પ્રતિ દસ ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 46260 રૂપિયા છે. જ્યાર ચેન્નઈમાં ભાવ 44460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આર્થિક રાજધાની મુંબઈમાં તેનો ભાવ 46160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો તેની કિંમતમાં પણ શુક્રવારની તુલનામાં ઘટાડો આવ્યો છે. શુક્રવારે જ્યાં તેની કિંમત 47190 રૂપિયા હતી ત્યારે આજે તેની કિંમત 47160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

વૈશ્વિક સ્તર પર સોનાની કિંમત સોમવારે એક સપ્તાહની નીચલી સપાટીએ આવી ગઈ હતી. ડોલર મજબૂત થતા અને અમેરિકન ફેડરલ રિઝર્વના મિશ્રિત સંકેતોને કારણે મોનેટરી નીતિ કડક હોવા છતાં ફુગાવાનો આંકડો ઘટીને આવ્યો છે.

ઉચ્ચ સપાટીથી સોનું 10,000 રૂપિયા સસ્તું થયું

ઓગસ્ટ 2020માં હાજર માર્કેટમાં સોનાનો ભાવ 57000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી સુધી પહોંચી ગયો હતો. જ્યારે હવે ભાવ 46168 રૂપિયા પ્રતિ દસ ગ્રામ આસપાટ ચાલી રહ્યો છે. આ રીતે જોઈએ તો સોનાનો ભાવ પોતાની ઉચ્ચ સપાટીથી અંદાજે 10 હજાર રૂપયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.

એપ્રિલ મે દરમિયાન સોનાની આયાત અનેક ગણી વધી 6.91 અબજ ડોલર રહી

ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ-મે મહિનામાં વિતેલા વર્ષની તુલનામાં સોનાની આયાત અનેકગણી વધીને 6.91 અબજ ડોલરે પહોંચી છે. કોરોના મહામારી અને દેશવ્યાપી કડક પ્રતિબંધોને કારણે વિતેલા વર્ષના સમાન ગાળામાં આયાત નીચલી સપાટીએ આવી ગઈ હતી.

વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2020-21ના આ જ ગાળામાં સોનાની આયાત 7.91 અબજ ડોલર હતી. ચાંદીની આયાત પણ ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલ-મે મહિના દરમિયાન 93.7 ટકા ઘટીને 2.76 અબજ ડોલર રહી. સોનાની આયાત વધવાથી ચાલુ ખાથ (આયાત અને નિકાસ તફાવત) 2020-21ના એપ્રિલ-મે મહિનામાં 21.39 અબજ ડોલર સુધી પહોંચી ગઈ. એક વર્ષ પહેલા આ જ ગાળામાં તે 9.9 અબજ ડોલર હતી.

ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. મુખ્ય રીતે જ્વેલરી ઉદ્યોગની માગને પૂરી કરવા માટે સોનાની આયાત કરવામાં આવે છે. માત્રા પ્રમાણે જોઈએ તો દર વર્ષે 800થી 900 ટન સોનાની આયાત થાય છે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ બે મહિનામાં જ સોના-ચાંદીની આયાત અનેકગમી વધીને 6.34 અબજ ડોલરે પહોંચી ગઈ જે વિતેલા વર્ષના સમાન ગાળામાં 1.1 અબજ ડોલર હતી.

from india https://ift.tt/3vZawuw
from india https://ift.tt/3vZawuw
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો