મુખ્ય સામગ્રી પર જાઓ

Gujarat Mass Pramotion : ધો-12ની માર્કશીટ બનાવવામાં મોટું વિઘ્ન? શાળા સંચાલકોએ સરકારને શું લખ્યો પત્ર?

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ-10 પછી ધોરણ-12માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જોકે, હવે ધોરણ-12ની માર્કશીટ બનાવવામાં મોટું વિઘ્ન સામે આવ્યું છે. આ અંગે અમદાવાદ શાળા સંચાલક મંડળે ગુજરાત બોર્ડ(GSEB0ને પત્ર લખ્યો છે.

પત્રમાં ધોરણ 12ની માર્કશીટ બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા છે. શાળા સંચાલક મંડળે પત્રમાં લખ્યું છે કે, ધોરણ 10ના પરિણામ ઉપર ધોરણ 12ની માર્કશીટ ના બનાવી શકાય. ધોરણ 11ના માર્ક પણ ધોરણ-12ની માર્કશીટ માટે ગણી શકાય નહીં કારણ કે ધોરણ 11માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

સંચાલક મંડળે સરકારને સૂચન આપ્યું છે કે, ધોરણ 12માં ઓનલાઈન એકમ કસોટી લેવાની છે તેના આધારે પરિણામ બનાવી શકાય. મેડિકલમાં એડમીશન માટે  મેરીટમાં ગુજકેટના 70 ટકા માર્કસ ગણાવામાં આવે.

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે

રાજ્યની સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ છે. ગઈ કાલે વેકેશન પૂર્ણ થતા સ્કૂલો ફરીથી શરૂ થઈ છે. સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. નવું શૈક્ષણિક સત્ર તો શરૂ થઈ રહ્યું છે. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓએ ઘરે જ અભ્યાસ કરવાનો રહેશે. જ્યારે સ્કૂલોમાં શિક્ષક, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર રહેશે.

રાજ્ય સરકાર જ્યાં સુધી ઓફલાઈન વર્ગ શરૂ કરવાની મંજૂરી ન આપે ત્યાં સુધી ઓનલાઈન વર્ગ જ ચાલુ રહેશે. નવુ શૈક્ષણિક સત્ર શરૂ થતા સ્કૂલો ફરીથી શરૂ થતી હોવાના કારણે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન અનુસાર જ સ્કૂલો શરૂ થશે. સ્કૂલોને સેનેટાઈઝ કરવામાં આશે. સ્કૂલમાં આવતા શિક્ષકો અને કર્મચારીઓનું ટેમ્પરેચર ફરજીયાત થર્મલ સ્ક્રિનિંગથી ચેક કરવામાં આવશે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર હજુ પણ એક મહિલા જેટલો સમય વિદ્યાર્થીઓને ઓનલાઈન જ ભણાવવામાં આવશે. બાદમાં કોરોનાની જે તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓફલાઈન શિક્ષણ અંગે રાજ્ય સરકારના આદેશ અનુસાર શરૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા રાજ્ય સરકારે નિયમોને આધિન કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. દોઢ મહિનાથી પણ વધુ સમયથી સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફ સાથે ચાલતી હતી. તે આજથી પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થશે. જો કે કચેરીઓમાં માસ્ક અને સોશલ ડિસ્ટસિંગની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. સાથે જ અમદાવાદમાં માર્ચ મહિનાથી બંધ AMTS, BRTS બસ સેવા આજથી ફરીથી 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે શરૂ થશે.

મુસાફરોને મુસાફરી દરમિયાન ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. સાથે જ બસના ડ્રાઈવર અને કંડક્ટરનું થર્મલ સ્ક્રિનિંગથી ટેમ્પરેચર ચેક થશે. અને જો થુંકતા પકડાશે તો 200 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. નિયમોનું પાલન થાય છે કે નહી તે જોવા માટે  વિજીલંસની ટીમ અલગ અલગ સ્ટેશનો પર તૈનાત રહેશે .

જોકે અમદાવાદમાં કોરોના કર્ફ્યુ લાગુ હોવાથી સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી જ બસ સેવા યથાવત રહેશે. આજથી રાજ્યના તમામ જિલ્લાઓની અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટે આપ્યો છે.

from gujarat https://ift.tt/3pI3Tvb

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...