IT મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કેમ રહ્યું બંધ? સંસદીય સમિતિએ Twitter પાસે બે દિવસથી અંદર માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ નવા આઇટી કાયદાઓને લઇને કેન્દ્ર સરકાર અને ટ્વિટરમાં ટકરાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Standing Committee on Information Technology) કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રીતે બંધ કરવા મામલે ટ્વિટરને નોટિસ મોકલી છે. સમિતિએ ટ્વિટને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. આ સમિતિના અધ્યક્ષ કોગ્રેસ નેતા શશિ થરૂર છે.[tw]https://twitter.com/ANI/status/1409872746667036682[/tw]

વાસ્તવમાં 25 જૂનના રોજ રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટને લગભગ એક કલાક સુધી બંધ રાખવાની જાણકારી આપી હતી. બાદમાં શશિ થરૂરે પણ આ પ્રકારની ફરિયાદ કરી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ટ્વિટરે અમેરિકાના ડિઝિટલ મિલેનિયમ કોપીરાઇટ અધિનિયમનો કથિત ભંગના આધાર પર લગભગ એક કલાક સુધી મારુ એકાઉન્ટ બંધ કર્યું અને બાદમાં તેમણે મારા એકાઉન્ટના ઉપયોગની મંજૂરી આપી હતી.[tw]https://twitter.com/ANI/status/1409880148111994882[/tw]

પ્રસાદે કહ્યું હતું કે ટ્વિટરના આ પગલું આઇટી નિયમોનો ભંગ છે કારણ કે તે એકાઉન્ટ પર રોક લગાવતા અગાઉ નોટિસ આપવામાં નિષ્ફળ રહી છે. એવું લાગે છે કે ટ્વિટરની નિરંકુશ મનમાની કાર્યવાહીઓને લઇને મે જે ટીકા કરી હતી અને ખાસ કરીને ટીવી ચેનલો પર આપવામાં આવતા ઇન્ટરવ્યૂના હિસ્સાઓને જે શેર કરવામાં આવે છે તેના પ્રભાવથી સ્પષ્ટ રીતે ગુસ્સો સામે આવ્યો છે. પ્રસાદે કહ્યું કે, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને નવા આઇટી કાયદાઓનું પુરી રીતે પાલન કરવું પડશે. બાદમાં શશિ થરૂરે કહ્યું હતું કે, રવિ જી મારી સાથે પણ આવું થયું છે. સ્પષ્ટ રીતે ડીએમસીએ અતિ સક્રીય થઇ રહ્યું છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Standing Committee on Information Technology) ફેસબુક અને ગુગલ (Facebook & Google)ને નવા આઇટી નિયમો અને ભારતના કાયદાનું પાલન કરવાના નિર્દેશ આપ્યા હતા. ફેસબુક અને ગુગલના વરિષ્ઠ અધિકારીઓ મંગળવારે સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયા હતા, જેમાં 'નાગરિકોના અધિકારની સુરક્ષા અને ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મ્સના દુરૂપયોગને રોકવા માટેના પોતાના મત રજૂ કર્યા હતા. સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસના નેતા ડો.શશી થરૂરે કરી હતી. મહત્વનું છે કે નવા આઇટી નિયમોને લઇને સંસદીય સમિતિએ ફેસબુક અને ગુગલના અધિકારીઓને સમન્સ મોકલ્યું હતું.

સમિતિના સભ્યોએ ફેસબુક પર વ્યક્તિગત ડેટા અને મહિલાઓની સલામતીના મુદ્દા ઉઠાવ્યા હતા. સમિતિના સભ્યોએ ફેસબુકના અધિકારીઓને ડેટા લીક અને મહિલાઓની સુરક્ષા મામલે પૂછપરછ કરી હતી. ફેસબુક ઇન્ડિયાના અધિકારીઓએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના દુરુપયોગ મામલે સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

from india https://ift.tt/3hkBJCq
from india https://ift.tt/3hkBJCq
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો