નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક સ્ટેટિસ્ટિક્સના જનક ગણાતા પ્રશાંત ચંદ્ર મહાલનોબિસે ભારતીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થા (ISI)ની સ્થાપના કરી, યોજના આયોગને આકાર આપ્યો અને મોટા પ્રમાણમાં સર્વેક્ષણ માટે કાર્યપ્રણાલીનુ બીડુ ઝડપ્યુ. સામાજિક-આર્થિક નિયોજન અને નિતિ નિર્માણમાં સ્ટેટિસ્ટિક્સનુ ખુબ મોટુ મહત્વ છે, તેના વિશે જાગૃતિ લાવવા માટે આપણા દેશમાં દર વર્ષે 29 જૂનને રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે મનાવવામાં આવે છે.

29 જૂન, 1893એ પ્રબોધ ચંદ્ર મહાલનોબિસ અને નિરોદબાશિની દેવીના ઘરે જન્મ્યા, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ છ બાળકોમાં સૌથી મોટા હતા, બે દીકરા અને ચાર દીકરીઓ.... તેમના 79માં જન્મદિવસના એક દિવસ પહેલા 28 જૂન 1972એ તેમનુ નિધન થઇ ગયુ હતુ.

શિક્ષણ-
મહાલનોબિસે બ્રહ્મો બૉયઝ સ્કૂલમાં અભ્યાસ કર્યો, જેની સ્થાપના તેમના દાદા ગુરુ ચરણ મહાલબોનિસે 1904માં કરી હતી, અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે પ્રેસિડેન્સી કૉલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. તેમને કેમ્બ્રિઝમાં કિંગ્સ કૉલેજમાં પણ ભાગ લીધો, જ્યાં તેમની મુલાકાત ગાણિતીક પ્રતિભા શ્રીનિવાસ રામાનુજન સાથે થઇ.

વ્યવસાય-
પોતાના શરૂઆતી કામકાજના દિવસો દરમિયાન, મહાલનોબિસ ભોતિક વૈજ્ઞાન સીટીઆર વિલ્સનની સાથે કેવેન્ડિશ પ્રયોગશાળામાં સામેલ થયા. બાદમાં મહાલનોબિસ ભારત પરત આવી ગયા હતા, અને 1922માં પ્રેસિડેન્સી કૉલેજમાં ભૌતિક વિજ્ઞાન ભણાવવાનુ શરૂ કરી દીધુ. તે ત્રણ દાયકાઓથી વધુ સમય સુધી ત્યાં શિક્ષક રહ્યાં અને 1922 થી 1926 સુધી કોલકત્તા, હવે કોલકત્તામાં અલીપુર વૈધશાળામાં હવામાન વિજ્ઞાનીના પદ પર રહ્યાં હતા.

મહાલનોબિસે એક ગૃપ બનાવ્યુ જેઓ આંકડાશાસ્ત્રામાં રૂચિ રાખતા હતા. જેનો બાદમાં વિસ્તાર થયો અને અંતતઃ 1932માં ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા (ISI)ની સ્થાપના થઇ, આગામી વર્ષે, તેમને સાંખ્યઃ ધ ઇન્ડિયન જર્નલ ઓફ સ્ટેટિસ્ટિક્સનો શુભારંભ કર્યો.

તેમને 1950માં રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણની સ્થાપના પણ કરી, અને આંકડાકીય ગતિવિધિઓના સમન્વય માટે કેન્દ્રિય આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના કરી. તે 1955માં યોજના આયોગના સભ્ય બન્યા અને 1967 સુધી બનેલા રહ્યાં હતા.

from india https://ift.tt/3AiSve7
from india https://ift.tt/3AiSve7
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો