મુખ્ય સામગ્રી પર જાઓ

Petrol Diesel Price: 25 દિવસમાં 6 રૂપિયા મોંઘું થયું પેટ્રોલ. 148 જિલ્લામાં ભાવ 100 રૂપિયાનો પાર

નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. છેલ્લા 25 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 6 રૂપિયાથી વધુનો વધારો થયો છે. છેલ્લા 42 દિવસમાં 24 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. પેટ્રોલના ભડકે બળતાં ભાવથી આમ આદમી પરેશાન છે.

148 જિલ્લામાં પેટ્રોલ 100ને પાર

દેશમાં પ્રથમ વખત ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર થયો છે. હાલ દેશના 148 જિલ્લામાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ચુકી છે. જ્યારે 6 રાજ્યોની જનતા 100 રૂપિપા લીટરના ભાવે પેટ્રોલ ખરીદી રહ્યા છે. આ રાજ્યોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને લદ્દાખ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ડીઝલ પણ 100 રૂપિયાને પાર થઈ ગયું છે, અને પેટ્રોલની કિંમત 107.53 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી છે.

કેમ વધી રહ્યા છે ભાવ
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂરી થયા પછી છેલ્લા છ સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલમાં ૨૪મી વખત ભાવવધારો થતાં ઈંધણના ભાવ વિક્રમી સપાટીએ છે. આ સમયમાં પેટ્રોલમાં પ્રતિ લીટર કુલ રૂ. ૬.૦૧ અને ડીઝલમાં પ્રતિ લીટર કુલ રૂ. ૬.૫૫નો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ ૭૨ ડોલરની સપાટીને વટાવી ગયું હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ વેચાય છે અહીં

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૩.૩૦ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટ રૂ. ૯૩.૯૪ છે. ઈંધણના ભાવ પર રાજ્યોમાં વેટ અને ફ્રેઈટ ચાર્જ અલગ અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ છે. દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ  રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેચાય છે, જ્યાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૭.૫૩ પૈસા અને ડીઝલ રૂ. ૧૦૦.૩૭ છે. અહીં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૧૦.૮૧ અને પ્રીમિયમ ડીઝલ રૂ. ૧૦૪.૦૩ના ભાવે વેચાય છે.

<a href="https://ift.tt/3vtanz0 ગુજરાત સહિત આ રાજ્યોએ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા કમર કસી, જાણો કેવી છે તૈયારી

from india https://ift.tt/2SsmajW

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...