મુખ્ય સામગ્રી પર જાઓ

નવા PNG ગેસ સ્ટવથી માસિક બિલમાં થશે તોતિંગ ઘટાડો, જાણો દર મહિને કેટલી થશે બચત

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય હેઠળ આવતાં ધ પેટ્રોલિયમ કન્સર્વેશન રિસર્ચ એસોસિએશન (PCRA)એ ઘરેલુ પીએનજી ગ્રાહકો માટે નવો ગેસ સ્ટવ વિકસાવ્યો છ. જેનાથી મહિનાના બિલમાં 25 ટકા જેટલો ઘટાડો થશે. પીસીઆરએ દ્વારા આ માટે એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિડેટ (EESL) સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં ઈઈએસએલ 10 લાખ ગેસ સ્ટવ દેશભરમાં આપશે.

એમઓયુ મુજબ, ઈઈએલએસ પીએનજી ગેસ સ્ટવ ગ્રાહકોને પોસાય તેવા ભાવે આપશે. અધિકારીઓના કહેવા મુજબ પીએનજી ગેસ સ્ટવમાં ગ્રાહકો એલપીજી સિલિન્ડર પણ વાપરી શકશે. આમ થવાથી પીએનજીની થર્મલ એફિશિયન્સી 40 ટકા ઘટશે. જેનું કેટલુંક નુકસાન પણ છે. તેનાથી ગેસનો વપરાશ વધુ થાય છે અને આઈએસઆઈ સ્ટાન્ડર્ડ સ્ટવ સાથે ચેડા કરવાથી તેની સલામતી પર પણ પ્રશ્ન ઉભો થાય છે.

કેટલી થશે બચત

એસોસિએશને કહ્યું હતું કે એક અંદાજ મુજબ જો હાલના તમામ પીએનજી ગ્રાહકો નવા ગેસ સ્ટવ તરફ સ્થળાંતર કરશે તો વાર્ષિક રૂ. 3901 કરોડના પાઇપ નેચરલ ગેસની બચત થશે. એક સામાન્ય ગ્રાહક લગભગ રૂ. 100 - 150 ની બચત કરશે. તે કાર્બનડાયોકસાઈડના ઉત્સર્જનમાં પણ 11 મિલિયન ટનનો ઘટાડો થશે.

કોણે બનાવ્યો છે આ સ્ટવ

પીસીઆરએના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો, નિરંજનકુમાર સિંહે કહ્યું, આપણે તેનાથી ન માત્ર ગ્રીન અને સ્વચ્છ સ્ત્રોત તરફ વળીશું પરંતુ તેનો ઉપયોગ સુરક્ષિત અને અસરકારક રીતે કરીશું. ભારતીય પેટ્રોલિયમ, દહેરાદૂન દ્વારા વિકસિત પીએનજી ગેસ સ્ટવ, થર્મલ અસરકારક અને સલામત છે. તે હવે ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને સ્થાનિક બજારોમાં ઉપલબ્ધ છે. પાઇપ ગેસ ગ્રાહકોને વિવિધ યોજનાઓ અને ઓફર્સ દ્વારા નવા પીએનજી ગેસ સ્ટવ ઉપલબ્ધ કરાવવા માટે અમે ઇપીએસએલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

હાલ કેટલા પીએનજી ગ્રાહકો છે

પીસીઆરએના કહેવા મુજબ હાલ દેશમાં 74 લાખ પીએનજી ગ્રાહકો છે અને દર મહિને 80 હજાર નવા ગ્રાહકો ઉમેરાય છે.

from india https://ift.tt/2SKTBOR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister ...