ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડે સત્તાવાર વેબસાઈટ result.gseb.org પર પરિણામ જાહેર કર્યું છે. સવારે આઠ કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ચાર લાખ 10 હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. નિયમિત વિદ્યાર્થીઓનું સ્કૂલોએ કરેલ મૂલ્યાંકનના આધારે બોર્ડે પરિણામ તૈયાર કર્યું છે. બોર્ડની વેબસાઈટ પરથી સ્કૂલોના ઈંડેક્ષ નંબરના આધારે પરિણામ જોઈ શકાશે.

સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડે નિયમિત વિદ્યાર્થીઓનું પરિમાણ તૈયાર કરેલ છે.

શાળાઓ પરિણામ ઈંડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગઈન કરીને ડાઉનલોડ કરી શકેશ. શાળાઓએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપી પરિણામની જાણ કરવાની રહેશે. ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થઈઓના પરિણામ જાહેર જાહેર થઈ જતા હવે ખાનગી અને રિપીટરો વિદ્યાર્થીઓની મૂલ્યાંકન કામગીરી ઝડપથી પૂર્ણ કરી તેના પણ પરિણામો સત્વરે જાહેર થશે.

આજે જાહેર થયેલા પરિણમાં 691 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ મેળવ્યો છે.

9455 વિદ્યાર્થીઓ એ2 ગ્રેડ મળ્યો છે.

from gujarat https://ift.tt/3iehXKv
via IFTTT
from gujarat https://ift.tt/3iehXKv
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો