મધ્ય ચીનમાં એક હજાર વર્ષમાં ભાગ્યે જ આવેલા સાંબેલાધાર વરસાદથી કુદરતી આફતમાં મૃત્યુઆંક વધીને 33 થયો છે. જ્યારે આઠ લોકો લાપતા થયા છે. વધુમાં મુશળધાર વરસાદના કારણે હેનાન પ્રાંતમાં 30 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. જ્યારે ત્રણ લાખ 76 હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.

વરસાદના કારણે અંદાજે બે લાખ 15 હજાર હેક્ટર વિસ્તારમાં પાકનો નાશ થઈ ગયો છે. તો પૂરને લીધે અર્થતંત્રને અંદાજે 1400 કરોડનું નુકસાન થયું છે.

ચીનના હવામાન વિભાગે હેનાન પ્રાંત અને તેના પાટનગર ઝેંગઝોઉમાં ત્રાટકેલા મુશળધાર વરસાદને સદીમાં ભાગ્યે જ આવતી આપત્તી ગણાવી હતી. મુશળધાર વરસાદને લીધે પાટનગર ઝેંગઝોઉના અંડરગ્રાઉંડ સબવે ટનલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ઝેંગઝોઉ શહેરમાં વરસાદના પાણી ભરાવાના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પણ તણાઈને આવેલી કારના ઢગલા થઈ ગયા હતા. જ્યારે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે.

શહેરના સૌથી વધુ વ્યસ્ત માર્ગો પણ બંધ હતા. અતિભારે વરસાદને કાણે અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાયુ છે. આવા સમયમાં ચીને તેનું સ્વદેશી લશ્કરી ડ્રોન રાહત કામગીરી માટે કામે લગાડ્યુ હતુ.

દક્ષિણ ચીનમાં ગયા સપ્તાહે ગુઆંગડોન્ગ પ્રાંતમાં ભારે વરસાદને કારણે બાંધકામ હેઠળની એક ટનલમાં ફસાયેલા ૧૩ મજૂરોનાં મોત નીપજ્યાં હતાં તેમ ગુરુવારે સરકારી મીડિયાએ જણાવ્યું હતું.

મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં સદીમાં ભાગ્યે જ જોવા મળતા મૂશળધાર વરસાદના કારણે અનેક જગ્યા પર લાખો લોકો ફસાઈ ગયા છે. અતિભારે વરસાદના કારણે વીજળી ખોરવાઈ જવાની સાથે ટેલિકોમ્યુનિકેશન સેવા પણ ઠપ થઈ ગઈ છે.

ઝેંગઝોઉ શહેરના મિહે કાઉન્ટીમાં બે નદીઓમાં આવેલા પૂરમાં ૨૦,૦૦૦ લોકો ફસાઈ ગયા હતા. વિંગ લૂંગ ડ્રોને સાડા ચાર કલાકમાં ૧,૨૦૦ કિ.મી.નો પ્રવાસ ખેડીને મિશન એરિયામાં લગભગ આઠ કલાક સુધી સ્થાનિક રહેવાસીઓને આપદા અંગેની માહિતી પૂરી પાડી હતી તેમજ પરિવારોને તેમના આપ્તજનો સાથે રીકનેક્ટ કર્યા હતા.

from world https://ift.tt/3f5DLpZ
from world https://ift.tt/3f5DLpZ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો