રાજ્યમાં 50 ટકાથી વધુ નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. અત્યાર સુધીમાં ત્રણ કરોડ 26 લાખ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં બે કરોડ 48 લાખ નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 77 લાખ 57 હજાર નાગરિકોને કોરોનાની રસીના બંન્ને ડોઝ આપવામાં આવ્યાં છે.

રાજ્યમાં ગુરૂવારે ચાર લાખ 39 હજાર નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. એક જ દિવસમાં સૌથી વધુ રસીકરણ કરાયુ હોય તેવા રાજ્યોમાં મધ્યપ્રદેશમાં સાત લાખ 14 હજાર પ્રથમ નંબરે છે. ત્યારે ગુજરાતમાં ચાર લાખ 25 હજાર સાથે બીજા, ચાર લાખ 24 હજાર સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા, ચાર લાખ 13 હજાર સાથે રાજસ્થાન ચોથા અને ત્રણ લાખ 64 હજાર સાથે મહારાષ્ટ્ર પાંચમા નંબરે છે.

ગુરૂવારે અમદાવાદ મહાનગર પાલિકામાં સૌથી વધુ 51 હજાર 533, સુરત શહેરમાં 24 હજાર 660 અને બનાસકાંઠામાં 19 હજાર 750 નાગરિકોને કોરોનાની રસી અપાઈ. રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ 26 લાખ નાગરિકો કોરોનાની રસી લઈ ચુક્યા છે. જેમાં 18 વર્ષથી વધુ વયના વ્યક્તિઓમાં 50 ટકાક રતા વધુ નાગરિકોને પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

ગુજરાતમાં કોરોના વેક્સિન લેનારામાંથી એક કરોડ 77 લાખ પુરૂષ અને એક કરોડ 48 લાખ મહિલાઓ, 18થી 44 વર્ષના એક કરોડ 40 લાખ, 45થી 60 વયજુથમાંથી એક કરોડ સાત લાખ અને 60થી વધુ વયજુથના 78 લાખ 66 હજાર નાગરિકોને કોરોનાની વેક્સિન અપાઈ ચુકી છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 33 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 4,39,045 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી 268 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 263 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,485 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 33 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં રસીકરણ

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 170 લોકોને પ્રથમ અને 10101 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 79542 લોકોને રસીનો પ્રથમ અને 72608 લોકોને રસીનો બીજો ડોઝ આજ અપાયો હતો. 18-45 વર્ષના 233552 લોકોને રસીનો પ્રથમ અને 43072 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં ગઈકાલે કુલ 4,39,045 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,26,14,461 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.

from gujarat https://ift.tt/3f6tbin
from gujarat https://ift.tt/3f6tbin
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો