મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં કઈ તારીખ સુધી વીજળીના કડાકાભડાકા સાથે જોરદાર વરસાદ પડશે ? જાણો હવામાન વિભાગની શું છે આગાહી ?

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામી ગયું છે અને હાલમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હજુ એક અઠવાડિયા લગી આ વરસાદી માહોલ રહેશે એવી શક્યતા છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે પણ હવે પછી રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 30 ટકા વરસાદ પડ્યો છે અને મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

જામનગર સાર્વત્રિક વરસાદ

જામનગર જિલ્લામાં રવિવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લાના તમામ તાલુકામાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. તો સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુર આવ્યુ છે.

જામનગર જિલ્લાના કાલાવડના મુળિયા, લતિપુર, નપાણીયા, ખીજડીયા, ડેરી, નાના વડાળા, અને ગુંદા પંથકમાં નદી નાળા છલકાયા. તો અનેક ચેકડેમો પણ છલકાયા છે. ગામના માર્ગો પણ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જામનગરના મુળીયા ગામમાં તો બે કલાકમાં અનરાધાર સાત ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. કાલાવડના છતર ગામે ભારે વરસાદમાં જેસીબી તણાયુ હતું. ધસમસતા પાણીમાં જેસીબી સાથે ડ્રાઈવર પણ તણાયો. જેનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે.

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં પણ ધોધમાર વરસાદથી ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યુ. તો સોગઠી ગામે પણ ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ. નરમાણા ગામમાં જણ ધોધમાર વરસાદ વરસતા બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદથી ફુલઝર ડેમના સાત દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. તો જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસે આવેલ ઉમિયા સાગર ડેમનું જળસ્તર જાળવવા માટે 10 દરવાજા પાંચ ફુટ ખોલવામાં આવ્યા હતા. તો પ્રશાસને પણ સ્થાનિકોને કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા માટે સૂચના આપી હતી.

from gujarat https://ift.tt/3iGft6M

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...