ડાંગઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી મોસમ જામી છે. ત્યારે વરસાદ બાદ ડાંગનો ગીરા ધોધ વહી રહ્યો છે. ગીરા ધોધના સોંદર્યને માણવા લોકો ઉમટ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના તાલુકામાં વરસાદ થતા નવા પાણીની આવક શરૂ થઈ છે.

ગુજરાતમાં સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા સુધી રાજ્યના 25 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના કવાંટમાં 1.1 ઈંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં 1 ઇંચ, જ્યારે સાબરકાંઠા, કચ્છ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, વલસાડ, સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડ્યો હતો.

જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીના પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 25 મી મી વરસાદ નોંધાયો છે. ધીમી ધારે વરસાદ વરસતાં રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યા છે. જયારે વોકળા તળાવોમાં પણ નવા નિરની આવક શરૂ થઈ છે. માંગરોળ અને માળીયા પંથકમાં મૌસમ નો બીજો વરસાદ વરસતાં મગફળીના પાકને જીવતદાન મળ્યું તો વરસાદ વરસતાં ખેડુતોમાંપણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

મહેસાણા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદનું આગમન થયું છે. સહુથી વઘુ બહુચરાજી પોણા બે ઇંચ વરસાદ થયો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બહુચરાજીમાં 41 mm, કડીમાં 8 mm, ખેરાલુમાં 20 mm, મહેસાણા 10 mm, વડનગર 17 mm, વિજાપુર 8 mm, વિસનગર 14 mm, સતલાસણા 7 mm, ઉંઝામાં 17 mm અને જોટાણામાં 17 mm વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા, સૌથી વધુ મણિનગરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ

અમદાવાદમાં મોડી રાત્રે ચાર કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની તોફાની બેટિંગથી પ્રશાસનની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. જૂનાગઢના મેંદરડામાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજા ક્રમે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં એંકદરે સવારે છથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ મણીનગર વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે જોધપુર અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 1.25 ઈંચ વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે સીટીએસ, ઢાલગવરવાડ, બાપુનગરના નીચાણવાળા વસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં ભારે વરસાદ તૂડી પડતા માર્ગો પાણીથી તરબોળ બન્યા હતાં. રજાના દવિસે લોકો બહાર ફરવા નીકળ્યા હોઈ ભારે વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અમદાવાદના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભાર વરસાદને પગલે શહેરના સાત અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. એકથી દોઢ કલાક સતત ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડ પ્રસરી હતી અને ઘણા સમયથી ગરમીમાં શેકાતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બીજી બાજુ રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં સાડા 3 ઇંચથી 1 ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ મોરબી જિલ્લના મોરબી, વાંકાનેર અને ટંકારામાં રવિવારે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

સામાન્ય રીતે રાજ્યમાં ભીમ અગિયારસ બાદ વાવણીની મોસમ પુરબહારમાં હોય છે. આ વર્ષે વરસાદ ખેંચાતા જગતના તાત પર આફત તોળાઈ રહી હતી. પહેલા વાવાઝોડું અને હવે વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ હતી પરંતુ સમયસર વરસાદની સિસ્ટમ સક્રિય થતા રાહત થઈ છે.

from gujarat https://ift.tt/3wzS2AM
from gujarat https://ift.tt/3wzS2AM
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો