મુખ્ય સામગ્રી પર જાઓ

પીએમ મોદીના નવા કેબિનેટમાં કોણ છે સૌથી અમીર ને કોણ છે સૌથી ગરીબ મંત્રી, જાણો વિગતે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પોતાના કેબિનેટનો વિસ્તાર કર્યો છે, જેમાં 43 સાંસદોએ શપથ અપાવવામાં આવી, મંત્રી પરિષદમાં 36 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા. 15 કેબિનેટ અને 28 રાજ્ય મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા બાદ હવે મંત્રી પરિષદમાં કુલ સભ્યોની સંખ્યા 78 થઇ ગઇ છે. મોદી ટીમ ચાર મંત્રીઓની પાસે 50 કરોડથી વધુ સંપતિ છે, જ્યારે આઠ મંત્રીઓ એવા પણ છે જેમની પાસે એક કરોડ રૂપિયાની પણ સંપતિ નથી.

મોદી કેબિનેટમાં સૌથી અમીર મંત્રી --
પીએમ મોદીની નવી કેબિનેટમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સૌથી અમીર મંત્રી છે. કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગિરક ઉડ્ડયન મંત્રાલય આપવામાં આવ્યુ છે. તેમની પાસે કુલ 379 કરોડની સંપતિ છે. તેમને આ ધન દૌલત વારસામાં મળેલી છે. તાજેતરમાં જ સિંધિયા કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા છે. યુપીએ શાસનકાળમાં પણ સિધિંયા અમીરીના લિસ્ટમાં ટૉપ પર હતા.

મોદી કેબિનેટમાં બીજા સૌથી અમીર મંત્રીઓમાં પિયુષ ગોયલનુ નામ આવે છે, તેમની પાસે 95 કરોડની સંપતિ છે. મોદી સરકારમાં બેથી વધુ મંત્રાલયોનો પ્રભાર સંભાળનારા કેટલાક મંત્રીઓમાં સામેલ રહેલા પિયુષ ગોયલને બુધવારે કેબિનેટ ફેરબદલમાં ફરીથી એક વધારાની જવાબદારી સોંપવામાં આવી. વાણીજ્ય અને ઉદ્યોગ, અને ખાદ્ય, ઉપભોક્તા મામલા અને નાગરિક પુરવઠા મંત્રીને હવે કાપડા મંત્રાલયનો પ્રભાર પર સંભાળી રહ્યાં છે. મોદી ટીમમાં ત્રીજા સૌથી અમીર મંત્રી નારાયમ રાણે છે, જેમની પાસે 87.77 કરોડની સંપતિ છે. તેમને માઇક્રો, સ્મૉલ એન્ડ મીડિયમ ઇન્ટરપ્રાઇઝીસના મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.

મોદી કેબિનેટમાં સૌથી ગરીબ મંત્રી-
હવે મોદી કેબિનેટમાં નવા મંત્રીઓમાં સૌથી ઓછી સંપતિ વાળા મંત્રીઓની વાત કરીએ. ઓડિશાના બીજેપી મહિલા સાંસદ પ્રતિમા ભૌમિકની પાસે સૌથી ઓછી સંપતિ છે. તેમની પાસે 10 લાખ રૂપિયાથી પણ ઓછી સંપતિ છે. પ્રતિમા ભૌમિક, જે ત્રિપુરા પશ્ચિમથી લોકસભા ચૂંટણી જીત્યા છે. તેમને પહેલીવાર મંત્રી પદ મળ્યુ છે.

from india https://ift.tt/3hTqEZd
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...