યહ વહી સિધ્ધુ હૈં જિન્હોંને કહા થા કિ, કોંગ્રેસ મુન્ની સે ભી જ્યાદા બદનામ હૈ........ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કર્યો આ કટાક્ષ ?

સિદ્ધુને કોંગ્રેસના પ્રમુખ બનાવવા પર બીજેપીના નેતા કૈલાશ વિજય વર્ગીયની પ્રતિક્રિયા સામે આવી છે. વિજય વર્ગીયએ નવજોતને તેનું જુનુ નિવેદન યાદ અપાવ્યું છે.

પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા ઘમાસાણ આખરે રવિવાર રાત્રે ખતમ થઇ ગયું. આખરે નવજોત સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અઘ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. જો કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સતત તેમને લઇને સવાલો ઉભા કરી રહ્યાં હતા. જો કે હવે સોનિયાગાંધીએ ગઇ કાલે મોડી સાંજે પંજાબ કોંગ્રેસના પ્રમુખ માટે નવજોત સિદ્ધુના નામ પર મહોર લગાવી દીધી. જો કે આ ઘટના બાદ ભાજપના નેતા કૈલાશ વિજય વર્ગીયે નવજોત સિદ્ધુને તેમનું જુનુ નિવેદન યાદ અપાવ્યું છે. આ સમયે તેઓ બીજેપીમા હતા અને તેમણે આ નિવેદન આપ્યું હતું.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નવજોત સિદ્ધના નામ પર મહોર લાગતા આખરે ભાજપના નેતા વિજય વર્ગીયે તેમના પર નિશાન સાંધતા સિદ્ધુને તેમનું જુનુ નિવેદન યાદ અપાવ્યું છે. તેમણે ટવિટ કરીને લખ્યું કે. “રાહુલ ગાંધીને તેમના દેશમાં સર્વાધિક લોકપ્રિય નામ આપનાર સિદ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનવા પર શુભકામના આપી છે. તેમણે કહ્યું કે. “આ તે જ સિદ્ધુ છે, જેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ મુન્ની સે ભી જ્યાદા બદનામ હૈ., હમ ક્યાં કર રહે હૈ, યે કિસ્સા ઉસકા હૈ, યે વે જાને કે, વે જાન”

પંજાબ કોંગ્રેસમાં નવજોત સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહની વચ્ચે અનેક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. સિદ્ધુ કેપ્ટન સરકરામાં મંત્રી હતા જો કે ત્યારબાદ તણાવ વધતા તેમને રાજીનામુ આપી દીધું. ત્યારબાદ સિદ્ધુ સતત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સંપર્કમાં હતા. આ સ્થિતિમાં કાલે સાંજે મુખ્યમંત્રી સાથેના વિવાદ વચ્ચે પણ નવજોતને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવાયા છે.

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસે આવનાર વિધાનસભા ચૂંટણી પહેલા 4 કાર્યકારી અધ્યક્ષોની પણ નિમણુક કરી છે. પંજાબ યુનિટના નવા કાર્યકારી અધ્યક્ષમાં સંગત સિંહ, ગિલજિયાં, સુખવિદર સિંહ ડૈની, કુલજીત સિંહ નાગરા, અને પવન ગોયલનું નામ સામેલ છે.

from india https://ift.tt/2UXfz1L
via IFTTT
from india https://ift.tt/2UXfz1L
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો