મુખ્ય સામગ્રી પર જાઓ

દેશના ક્યા રાજ્યમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં લદાયું બે દિવસનું લોકડાઉન, બકરી ઈદની છૂટ ભારે પડ્યાના આક્ષેપ

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. દેશના કેરળ રાજ્યએ બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજ્યમાં સતત બીજા દિવસે 20,000થી વધારે કોરોનાના નવા કેસ આવતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. એએનઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

કેરળમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 22,000થી નવા કેસ સામે આવ્યા છે. ગુરુવારે કોરોનાના 22064 નવા કેસ સામે આવ્યા અને 128 લોકના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 33 લાખ 49 હજાર 365 અને મૃતકોની સંખ્યા વધીને 16,585 થઈ ગઈ ચે. છેલ્લા 24 કલાકમાં 1,63,098 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા અને પોઝિટિવીટી રેટ 13.53 ટકા નોંધઆયો છે. રાજ્યમાં અત્યાર સુધી 2,68,96,792 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેરળમાં બકરી-ઈદની રજામાં રાજ્ય સરકારે આપેલી છૂટને પગલે કોરોનાના કેસમાં અચાનક ઊછાળો આવ્યો હતો.

કેરળમાં હાલમાં 154280 દર્દીની સારવાર ચાલી રહી છે એટલે અને અત્યાર એટલે કે આટલા એક્ટિવ કેસ હજુ પણ રાજ્યમાં છે.

જણાવીએ કે કેરળમાં બુધવારે કોરોનાના 22056 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 131 દર્દીના મોત થયા હતા. જ્યારે રાજ્યમાં સોમવારે 11586 અને મંગળવારે 22129 નવા કેસ આવ્યા હતા.

સંશોધકોએ જણાવ્યું હતું કે કેરળમાં આર-ફેક્ટરની વૃદ્ધિના કારણે  કોરોનાના કેસમાં વધારો થયો છે. આર-ફેક્ટર દેશમાં કોરોનાના કેસના પ્રસારમાં થયેલા વધારાના સંકેત આપે છે. કેરળ ઉપરાંત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ આર-ફેક્ટરમાં વધારો થયો હોવાનું જોવા મળ્યું છે.

દેશમાં કેરળ એક એવું રાજ્ય છે જ્યાં હાલમાં સૌથી વધારે નવા કેસ આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ રાજ્યમાં ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થઅય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, “કેન્દ્ર સરકાર એનસીડીસી ડાયરેક્ટરની આગેવાનીમાં છ સભ્યોની ટીમ કેરળ મોકલી રહી છે. કેરળમાં કોરોનાના કેસ હજુ પણ વધારે સામે આવી રહ્યા છે જેના કારણે ટીમ કોવિડ મેનેજમેન્ટમાં રાજ્યને મદદ કરશે.”

મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ટીમ રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે નજીકથી કામ કરશે, જમીની સ્થિતિનો તાગ મેળવશે.

ડરાવનારી બાબત એ છે કે દેશના કુલ કોરોના કેસમાંથી ૫૦%થી ઉપર કેસો એકલા કેરળમાંથી છે. આરોગ્ય મંત્રાલય એવુ કહે છે કે અહીં કેસો વધવા પાછળના ખાસ કારણોમાં ૬૬% વસ્તી કોરોના સંક્રમણના ઘેરાવામાં આવી ગઈ છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની સ્ટ્રેટજી ઉપર ઓછુ ધ્યાન આપવુ અને ઈદના તહેવારો ઉપર છૂટ એ મુખ્ય કારણો છે.

from india https://ift.tt/2Vm4aJ2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...