'હું રાજ કુન્દ્રા છું કે તમે મારા ફોટા પાડી રહ્યાં છો?' કયા મોટા નેતાએ ફોટોગ્રાફરો સાથે કરી મજાક, જાણો વિગતે

મુંબઇઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનુ એક નિવેદન આજકાલ ખુબ ચર્ચામાં છવાયેલુ છે. રાજ ઠાકરે આજકાલ પુણેના ત્રણ દિવસના પ્રવાસમાં છે.વળી બુધવારે જ્યારે મીડિયાકર્મી રાજ ઠાકરેના ફોટા પાડી રહ્યાં હતા, તો તેમને પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ થયેલા રાજ કુન્દ્રા પર મશ્કરી કરી હતી. તેને મજાક કરતા કહ્યું કે હું શું રાજ કુન્દ્રા છુ જો તમે મારા ફોટા પાડી રહ્યાં છો.

રાજ ઠાકરે કરી રાજ કુન્દ્રાની મશ્કરી-
બહુ જલ્દી થનારી નગર નિગમની ચૂંટણીની તૈયારીઓ માટે રાજ ઠાકરે પુણેમાં પાર્ટીની રણનીતિ તૈયાર કરવા માટે પહોંચ્યા હતા. વળી મીડિયાએ તેમના ફોટા પાડવાનુ શરૂ કરી દીધુ હતુ, પરંતુ રાજ ઠાકરે તેમને વારંવાર ફોટા પાડવાનુ ના પાડી રહ્યાં હતા, છતાં ફોટોગ્રાફરો ફોટા ખેંચે તે તેમને પસંદ ન હતી. આ દરમિયાન તેમને કહી દીધુ- હું કોઇ રાજ કુન્દ્રા છું શું, મારા ફોટા ક્લિ કરી રહ્યાં છો. તેમના આ નિવેદનની ચર્ચા હવે ચારેય બાજુ થઇ રહી છે, સોશ્યલ મીડિયા પર પણ આ ખુબ વાયરલ થઇ રહી છે.

પોલીસ કસ્ટડીમાં છે રાજ કુન્દ્રા-
ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને થોડાક દિવસો પહેલા મુંબઇ પોલીસએ પોર્ન ફિલ્મો બનાવવા અને એપ પર ડાઉનલૉડ કરવાના મામલે ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ દરેક બાજુ બસ તેની જ ચર્ચા થઇ રહી છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ તેને લગતા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે, અને તે આખા કેસમાં આરોપી છે, એટલુ જ નહીં બુધવારે કોર્ટે તેની જામીન અરજી પણ ફગાવી દીધી છે.

રાજ ઠાકરેના નિવદેનની થઇ રહી છે ચર્ચા-
વળી, આ નિવેદન પહેલા રાજ ઠાકરેનુ વધુ એક નિવેદન ચર્ચામાં આવી ગયુ હતુ. જેમાં તેને માસ્ક લગાવવાનુ કહેવામાં આવ્યુ હતુ, આના પર ઠાકરે કહ્યું હતુ કે હું નથી પહેરતો, હું માસ્કનો ઉપયોગ નથી કરતો. આ નિવેદનને લઇને કેટલાક દિવસો સુધી તે વિવાદોમાં સપડાયો હતો, કેમકે તે સમયે કોરોનાને કેર સતત ચાલુ હતો.

from india https://ift.tt/2Vfbh5S
from india https://ift.tt/2Vfbh5S
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો