નવી દિલ્હીઃ ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 14મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,506 નવા કેસ નોંધાયા હતા અને 895 લોકોના મોત થયા હતા, જ્યારે 51,526 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. શનિવારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે. છેલ્લા બે દિવસમાં જ 2100થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે.

કઈ તારીખે કેટલા કેસ નોંધાયા

તારીખ

કેસ

મોત

1 જુલાઈ

48,786

1005

2 જુલાઈ

46,617

853

3 જુલાઈ

44,111

738

4 જુલાઈ

43,071

955

5 જુલાઈ

39,796

723

6 જુલાઈ

34,703

553

7 જુલાઈ

43,773

930

8 જુલાઈ

45,892

817

9 જુલાઈ

43,393

911

10 જુલાઈ

42,766

1206

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ

કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 7 લાખ 95 હજાર 716

કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 99 લાખ 75 હજાર 064

કુલ એક્ટિવ કેસ - 4 લાખ 54 હજાર 118

કુલ મોત - 4 લાખ 8 હજાર 40

ગઈકાલે 18 લાખ 43 હજાર 500 કોરોના ટેસ્ટ કકવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 37,60,32,586 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

COVID19 | India reports 41,506 new cases, 895 deaths and 41,526 recoveries today, as per Union Health Ministry

Total active cases: 4,54,118
Total discharges: 2,99,75,064
Death toll: 4,08,040

Total Vaccination : 37,60,32,586 pic.twitter.com/Ccur2VhC4T
— ANI (@ANI) July 11, 2021

હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળો પર લોકોની ભીડથી ફરી કેસો વધી શકે છે

હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળોએ લોકોના ટોળા દેખાતા પણ સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે. સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં હજુ પણ કોરોનાની બીજી લહેર પુરી નથી થઇ, એવામાં માસ્ક ન પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવું જોખમકારક સાબીત થઇ શકે છે. કોઇ પણ પ્રકારની બેદરકારીથી કોરોના વાઇરસ ફેલાવવાનું જોખમ વધી શકે છે. કેટલાક દેશોમાં બેદરકારી બાદ કોરોનાના કેસો વધ્યા હતા. જેમ કે બ્રિટનમાં યૂરો2020 ફૂટબોલ મેચ બાદ કોરોનાના કેસો વધી ગયા હતા. તેવી જ રીતે બાંગ્લાદેશમાં પણ બીજી લહેર બાદ ત્રીજી લહેર આવી અને આ દરમિયાન કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેને પગલે બાંગ્લાદેશે પુરા દેશમાં લોકડાઉન લાગુ કરવું પડયું હતું.

from india https://ift.tt/2T8lCQw
from india https://ift.tt/2T8lCQw
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો