નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસની ગતિ હવે ધીમી પડી રહી છે. દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 46 હજાર 617 કેસ સમે આવ્યા છે જ્યારે 853 લોકોના મોત થયા છે. ત્યાર બાદ કોરોનાથી મરનારા લોકોનો આંકડો ચાર લાખને પાર કરી ગયો છે. ભારતમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 50 હજારથી ઓછા નોંધાયા છે અને મોતનો આંકડો પણ ઘટ્યો છે. ગઈકાલે 59 હજાર 384 લોકો ઠીક થયા છે.

કોરોનાની હાલની સ્થિતિ

કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 4 લાખ 58 હજાર 251

કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 95 લાખ 48 હજાર 302

કુલ એક્ટિવ કેસ - 5 લાખ 9 હજાર 637

કુલ મોત -4 લાખ 312

કુલ રસીકરણ -34 કરોડ 76 હજાર 232

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પાસે હજુ પણ કરોના રસીના 1.24 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ છે અને આગામી ત્રમ દિવસમાં તેને 94,66,420 ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંત્રાલયે કહક્યું કે, ભારત સરકાર (ફ્રીમાં) અને રાજ્યો દ્વારા સીધી ખરીદી અંતર્ગત અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 32.92 કરોડ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમાંથી બરબાદ થયેલ ડોઝની સંખ્યા 31 લાખ જેટલી છે.

ગુજરાતમાં કોરોના રેસ

નોંધનીય છે ક, ગઈકાલે રાજ્યમાં કોરોનાના 84 કેસ નોંધાયા છે જ્યારે 3 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં ગઈકાલે 300 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2794 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 300 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,10,751 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 18 કેસ, સુરત કોર્પોરેશનમાં 11 કેસ, સુરતમાં 5 કેસ, વડોદરામાં 5 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 4 કેસ, વલસાડમાં 4 કેસ, અમરેલી 3 કેસ, આણંદ 3 કેસ, જામનગર કોર્પોરેશન 3 કેસ, જૂનાગઢ 3 કેસ, મહેસાણા 3 કેસ, નવસારી 3 કેસ, ભરુચ 2 કેસ, દેવભૂમિ દ્ધારકામાં 2 કેસ, ગીર સોમનાથ 2 કેસ, જૂનાગઢ કોર્પોરેશન 2 કેસ, સાબરકાંઠા 2 કેસ, બનાસકાંઠા 1 કેસ, જામનગર 1 કેસ, ખેડા 1 કેસ, પોરબંદર 1 કેસ અને રાજકોટમાં 1 કેસ નોંધાયો હતો.

આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ

અમદાવાદ, અરવલ્લી, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો.

રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2794 છે. જેમાંથી હાલ 2783 લોકો સ્ટેબલ છે. 11 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 810751 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10062 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ (Recovery Rate) 98.44 ટકા છે.

from india https://ift.tt/2UhcglJ
via IFTTT
from india https://ift.tt/2UhcglJ
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો