Coronavirus Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કોરોનાના કેસ નોંધાયા ? કેટલા લોકોના થયા મોત, જાણો વિગત

Coronavirus Cases Today: દેશમાં સતત બીજા દિવસે કોરોનાના મામલા 40 હજારથી ઓછા નોંધાયા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,097 નવા કેસ નોંધાયા છે અને 546 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 35,342 નવા મામલા આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35,087 લોકો કોરોનાથી ઠીક થયા હતા. એટલેકે એક્ટિવ કેસમાં 3464નો વધારો થયો છે.

42 કરોડથી વધારે વેક્સિન ડોઝ

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 23 જુલાઈ સુધી દેશભપમાં 42 કરોડ 78 લાખથી વધુ કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 42 લાખ 67 હજાર ડોઝ અપાયા હતા. આઈસીએમઆર મુજબ અત્યાર સુધીમાં 45 કરોડ 45 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ

કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 13 લાખ 32 હજાર 159

કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 5 લાખ 3 હજાર 166

કુલ એક્ટિવ કેસ - 4 લાખ 8 હજાર 977

કુલ મોતઃ 4,20,016

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ 1.30 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે છે. કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.

Recovery Rate at 97.35%. Active cases constitute 1.31% of total cases. Weekly positivity rate remains below 5%, currently at 2.22%. Daily positivity rate at 2.40%, less than 3% for 33 consecutive days. Testing capacity ramped up - 45.45 cr tests total conducted: Health Ministry
— ANI (@ANI) July 24, 2021

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 53 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે.

from india https://ift.tt/3ztIuJv
from india https://ift.tt/3ztIuJv
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો