મુખ્ય સામગ્રી પર જાઓ

Mumbai Rains: મુંબઇમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, બે સ્થળોએ દિવાલ ધરાશાયી થતા 14ના મોત

મુંબઇઃ મુંબઇમાં ગત મોડી  રાત્રે સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઇમાં ભારે વરસાદ બાદ ઠાણે, પાલઘર, રાયગઢ, અંધેરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભારે વરસાદના કારણે ચેમ્બૂરમાં દિવાલ ધસી પડી હતી જેમાં 11 લોકોના મોત થયા હતા. તે સિવાય ભરતનગર વિસ્તારમાં અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે વિક્રોલીમાં દિવાલ ધસી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા.

ઘટનાને જોનારા એક વ્યક્તિએ કહ્યું કે મોડી રાત્રે સાડા 12 વાગ્યે આ ઘટના બની હતી. એક જ વિસ્તારમાં બે સ્થળો પર લેન્ડસ્લાઇડની ઘટના બની છે. અમે લોકોની મદદ કરી હતી. કાટમાળમાં બાળકો પણ દબાયેલા હતા. અમે અનેક લોકોને બચાવ્યા છે.

લેન્ડસ્લાઇડના કારણે દૂર્ઘટના સર્જાઇ હતી. રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. દિવાલના કાટમાળને હટાવવાનો પ્રયાસ કરવામાં  આવી રહ્યો છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.મુંબઇના કેટલા વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં કાર અને બાઇક પાણીમાં તણાતા  જોઇ શકાય છે.[tw]https://twitter.com/ANI/status/1416578829812789251[/tw]

મુંબઇના અનેક વિસ્તારોમાં ઘરોમાં  પણ પાણી ઘૂસી ગયું હતું. અંધેરી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દાદરમાં બેસ્ટની બસો પાણીમાં ડૂબી ગઇ હતી. કાંદીવલીમાં અનેક દુકાનોમાં પાણી ભરાતા જોઇ શકાતાહતા.  ભારે વરસાદથી રેલવે સેવાઓ પ્રભાવિત થઇ હતી. મુંબઇના સાયન રેલવે ટ્રેક પુરી રીતે પાણીમાં  ડૂબી ગયો હતો. રેલવે ટ્રેક પર ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયું હતું. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય શરૂકરી દેવામાં આવ્યું છે.

[tw]https://twitter.com/ANI/status/1416556896840929280[/tw]

સાયન વિસ્તારમાં અનેક લોકો વરસાદના પાણીમાં રમતા પણ જોવા મળ્યા હતા. કમર સુધી પાણીમાં કેટલાક બાળકો તરતા હોય તેવા વીડિયો પણ વાયરલ થયા છે. હનુમાન નગર વિસ્તારમાં વરસાદનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતુ જેના કારણે લોકોનો સામાન પણ પલળી ગયો હતો અને લોકો પાણીને બહાર કાઢવા મજબૂર બન્યા હતા.

[tw]https://twitter.com/ANI/status/1416528692172378112[/tw]

from india https://ift.tt/3ilZkDh

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...