ભારતને પેરાલિમ્પિક મેડલ જીતાડનારાં ભાવિનાને માત્ર 1 વર્ષની ઉંમરે પોલિયો થયો પણ મજબૂત મનોબળના જોરે કદી હાર ના માની........

ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલની સંઘર્ષની કથા લાખો લોકો માટે પ્રેરણાદાયી છે. પેરાલિમ્પિક ગેઈમ્સમાં મહિલા સિંગલ ક્લાસ 4 વર્ગના ફાઈનલમાં ભાવિના પટેલે હારનો સામનો કરવો પડ્યો હતો પણ આ હાર છતાં ભાવિના પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે.

ગુજરાતના મહેસાણાની વતની ભાવિના પટેલનું જીવન દૃઢ સંકલ્પનો પર્યાય છે. ભાવિનાને માત્ર 12 મહિનાની ઉંમરે પોલિયો થયો હતો અને તેના કારણ તેમનું જીવન અંધકારમય લાગતું હતું. જો કે ભાવિનાનાં માતા-પિતાએ હતાશ થયા વિના.

ભાવિના પટેલ અભ્યાસ અર્થે અમદાવાદ આવ્યાં પછી તેમણે પેરા ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. કલબ કક્ષાની નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં મળેલી સફળતા બાદ તેનણે પેરા ટેબલ ટેનિસની ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતુ. અમદાવાદમાં ટેબલ ટેનિસ કોચ લાલન દોશીના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ભાવિનાએ 2011માં થાઈલેન્ડમાં પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન હાંસલ કરી લીધું હતુ. તેના કારણે તેમના તરફ સૌનું ધ્યાન ખેંચાયું. 2013માં તે બેઇજિંગમાં એશિયન પેરા ટેબલ ટેનિસમાં પણ સિલ્વર મેડલ જીત્યા હતા પણ પેરાલિમ્પિક ગેઈમ્સમાં તેમણે મેડલ નહોતો જીત્યો. આ વખતે તેમણે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

રવિવારે 34 વર્ષીય ભાવિનાને ફાઈનલમાં ચીનની વર્લ્ડ નંબર-1 ઝાઉ યિંગે 11-7, 11-5, 11-6થી હાર આપી હતી. આ પહેલાં ભાવિનાએ શનિવારે સેમીફાઈનલમાં ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હારઆપીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. વર્તમાન પેરાલમ્પિકમાં આ ભારતનો પહેલો મેડલ છે. ભાવીનાએ પહેલા સેટમાં ઝાઉ યિંગને સારી ટક્કર આપી હતી. પરંતુ ચીનની 2 વખતની પૂર્વ ગોલ્ડ મેડાલિસ્ટે એક વખત લય મેળવીને ભારતીય ખેલાડીને કોઈ તક નહોતી આપી અને સીધી ગેમમાં સરળ વિજય નોંધાવ્યો હતો.

from gujarat https://ift.tt/3Bk7DHE
via IFTTT
from gujarat https://ift.tt/3Bk7DHE
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો