મુખ્ય સામગ્રી પર જાઓ

ભાવનગરઃ કારચાલકે દર્શનાર્થીઓ પર ચડાવી દીધી કાર, બે બાળકોનાં કરૂણ મોત, ભાગી રહેલા ડ્રાઈવરને લોકોએ પીછો કરીને પકડ્યો

<p><strong>ભાવનગરઃ</strong> ભાવનગર જિલ્લામાં બનેલી એક ગમખ્વાર ઘટનામાં દર્શનાર્તીઓ પર કાર ફરી વળતાં બે બાળકોનાં મોત નિપજ્યાં છે.&nbsp;સિહોરના&nbsp;ટાણા&nbsp;ગામે&nbsp;અકસ્માતમાં&nbsp;બે&nbsp;માસૂમનાં&nbsp;મોત&nbsp;થતાં લોકોમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. અકસ્માત કરીને ભાગી રહહેલા કારચાલકને લોકોએ પીછો કરીને ઝડપી લીધો હતો.</p> <p>આજે શીતળા સાતમ હોવાથી&nbsp;ટાણા&nbsp;ગામે&nbsp;સાતમના&nbsp;પર્વ&nbsp;નિમિત્તે&nbsp;દર્શનાર્થીઓ&nbsp;મોટી સંખ્યામાં મંદિરે દર્શ કરવા ઉમટ્યાં હતાં. આ દર્શનાર્થીઓ પર બેફમા કાર ચલાવનારની&nbsp;&nbsp;કાર&nbsp;ફરી&nbsp;વળી&nbsp;હતી. તેના કારણે&nbsp;બે&nbsp;માસૂમનાં&nbsp;મોત&nbsp;નિપજ્યાં હતાં અને&nbsp;લોકોમાં&nbsp;નાસભાગ&nbsp;મચી ગઈ હતી. આ ઘટનામાં&nbsp;તૃપ્તિબેન&nbsp;હસમુખભાઈ&nbsp;બારૈયા&nbsp;(ઉ.વ.&nbsp;10)&nbsp;તથા&nbsp;દિવ્યેશ&nbsp;વિજયભાઈ&nbsp;બારૈયા&nbsp;(ઉ.વ&nbsp;&nbsp;5)નાં&nbsp;મોત&nbsp;નિપજ્યાં હતાં. આ ઉપરાંત&nbsp;એકતાબેન&nbsp;(ઉ.વ.&nbsp;17)&nbsp;તથા&nbsp;લલિતાબેન&nbsp;ઉ.વ.&nbsp;32)&nbsp;સહિત&nbsp;ચાર&nbsp;દર્શનાર્થીઓ&nbsp;ઇજાગ્રસ્ત&nbsp;થયાં હતાં.<br />અજાણ્યા&nbsp;ફોરવ્હીલ&nbsp;ચાલકે&nbsp;દર્શનાર્થીઓને&nbsp;અડફેટે&nbsp;લઇ&nbsp;અકસ્માત સર્જજ્યા પછી&nbsp;ફરાર&nbsp;થઈ ગયો હતો. દર્શનાર્થીઓને&nbsp;ઈજા&nbsp;પહોંચાડી&nbsp;ફરાર&nbsp;કારચાલકને લોકોએ પીછો કરીને ઝડપી લીધો હતો. આ ઘટનાના&nbsp;ઇજાગસ્તોને&nbsp;સિહોર&nbsp;સરકારી&nbsp;દવાખાને&nbsp;લવાયા છે. આ દુર્ઘટનાના કારણે શીતળા સાતમનો&nbsp;તહેવાર&nbsp;માતમમાં&nbsp;ફેરવાયો&nbsp;છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3BmUQEw

ટિપ્પણીઓ