મોદી સરકારે બે વર્ષથી વધુ વયનાં બાળકો માટેની કોરોના રસી અંગે કરી બહુ મોટી જાહેરાત, જાણો માંડવિયાએ શું કહ્યું ?

અંકલેશ્વરઃ કેન્દ્ર સરકારે કોરોનાની રસી મુદ્દે બહુ મોટી જાહેરાત કરી છે કે, નાનાં બાળકો માટેની કોરોના વેક્સીન પણ જલ્દી બજારમાં આવશે. કેંદ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ દાવો કર્યો કે, દેશમાં 2 વર્ષથી વધુ વયના બાળકોને વેક્સીન અપાય તે માટે તૈયારી શરૂ કરી દેવાઈ છે. તેમણે જણાવ્યું કે, બાળકોને અપાનારી કોરોનાની વેક્સીનના અભ્યાસ માટે ભારત બાયોટેકને મંજૂરી અપાઈ છે. અને ભારત બાયોટેક દ્વારા આ અંગે અભ્યાસ શૂ કરી દેવાયો છે.

મનુસુખ માંડવિયાએ દાવો કર્યો કે, કોરોનાની ત્રીજી લહેરને રોકવા કેંદ્રના આરોગ્ય મંત્રાલયે પૂરી તૈયારી કરી લીધી છે. મનસુખ માંડવિયાએ દાવો કર્યો કે, કોરોનાની ત્રીજી લહેરને રોકવા કેંદ્રના આરોગ્ય મંત્રાલયે 20 હજાર કરોડના પેકેજને મંજૂરી આપી દીધી છે અને આ 20 હાર કરોડના પેકેજની 50 ટકા રકમ એટલે કે 10 હજાર કરોડની રકમ પણ રાજ્ય સરકારોને પહોંચાડી દીધી છે.

આ પહેલાં કેન્જ્ર સરકારે જાહેરાત કરી હતી કે, કોરોના વાયરસની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થયા અને હવે ત્રીજી લહેરમાં બાળકોને કોરોના સૌથી વધુ અસર કરશે તેવી સંભાવનાઓના કારણે બાળકોની રસી પર ધ્યાન કેન્દ્રિત કરાશે. માંડવિયાએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, બાળકો માટે રસી તૈયાર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. બાળકોને કોરોના થયા બાદ તેના લક્ષણો લાંબા સમય સુધી ના દેખાયાનું પણ ઘણાં કેસમાં દેખાયું હતું. જેના લીધે બાળકોમાં કોરોના ખભર ના પડે એ રીતે ફેલાય નહીં તેને ધ્યાનમાં રાખીને વેક્સીન માટે માંગ ઉઠી રહી છે.

આ અંગે સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 12થી 18 વર્ષના બાળકો માટે કોરોનાની રસી આપવાની શરૂઆત એક-બે મહિનામાં કરવામાં આવી શકે છે. ઈમ્યુનાઈઝશન પર કામ કરી રહેલા નેશનલ ટેક્નિકલ એડ્વાઈઝરી ગ્રુપ (NTAGI)ના વડા ડૉ. એનકે અરોરાએ જણાવ્યું છે કે, ઝાયડસ કેડિલાનું રસી માટેના ટ્રાયલ લગભગ પૂરું થઈ ગયું છે. એક-બે મહિનામાં 12-18 વર્ષના બાળકોને રસી આપવાની શરુઆત તંત્ર દ્વારા કરવામાં આવી શકે છે.હાલ 18 વર્ષથી મોટી ઉંમરના લોકો જ રસી લેવા માટે સક્ષમ ગણવામાં આવ્યા છે

from india https://ift.tt/3jnt2tq
via IFTTT
from india https://ift.tt/3jnt2tq
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો