ગુજરાતમાં બહુ લાંબા સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. જો કે આગામી ત્રણ દિવસમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદી માહોલની જમાવટ થાય તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે.

જન્માષ્ટમી બાદના ત્રણ દિવસોમાં ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ગીર સોમાનાથ, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થઇ શકે છે.

લાંબા સમયના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જન્માષ્ટમી પહેલા જ મેઘરાજાની યાત્રાધામ શામળાજીમાં પધરામણી થઈ છે. શામળાજી સહિત આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે મેઘરજ, રામગઢી, ભિલોડા વિસ્તારમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો.

ભિલોડાના નાપડાકંપામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લામાં સીઝનનો અત્યારસુધીમાં માત્ર સાડા આઠ ઈંચ જ વરસાદ પડ્યો છે. જિલ્લાના ખેડ઼ૂતોનો પાક મુરજાઈ રહ્યો છે. હાલ ખેડૂતોને વરસાદની ખુબ જ જરૂર છે. અરવલ્લી જિલ્લાના તાલુકાની વાત કરીએ તો સૌથી ઓછો ભિલોડા તાલુકામાં સીઝનનો 6 ઈંચ જ વરસાદ પડ્યો છે. જ્યારે મેઘરજમાં પોણા આઠ ઈંચ, ધનસુરા અને માલપુરમાં તાલુકામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. તો બાયડમાં 10 ઈંચ અને મોડાસામાં 12 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લાના મોટાભાગના ડેમમાં જળસ્તર નીચે ગયા છે.

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડ્યો છે. વિજયનગર બાદ ખેડબ્રહ્મા, પોશીના અને ઇડર પંથકમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડવાને કારણે ખેડૂતોને વરસાદ વરસવાને લઈ આશા જીવંત થઈ છે. હિંમતનગર તાલુકામાં સીઝનનો અત્યારસુધીમાં 9 ઈંચ, ઈડરમાં 10 ઈંચ, ખેડબ્રહ્મામાં 8 ઈંચ વરસાદ, પોશીનામાં 11 ઈંચ સિઝનનો વરસાદ પડી ચૂક્યો છે.

અમરેલીમાં વરસાદ
અમરેલીના જાફરાબાદ, ખાંભામાં વરસાદ પડ્યો હતો. સાંજ બાદ જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ખાંભામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. અમરેલીના ખાંભામાં અત્યારસુધીમાં સીઝનનો સાડા દસ ઈંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 73.85 ટકા વરસાદ પડ્યો છે.

from gujarat https://ift.tt/3jsivNr
from gujarat https://ift.tt/3jsivNr
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો