India Coronavirus Updates: ભારતમાં પાંચ દિવસ બાદ 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મોતનો આંકડો પણ ઘટ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 30,941 નવા કોરોના કેસ નોંધાયા છે અને 350 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 24 કલાકમાં 36,275 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે ગઈકાલ કરતાં 5684 એક્ટિવ કેસ ઘટ્યા છે.

દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજન 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે 46,164, ગુરુવારે 44,658, શુક્રવારે 46,759, શનિવારે 45,083 અને સોમવારે 42,909 કોરોના કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 27 લાખ 68 હજાર 80

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 19 લાખ 59 હજાર 680

કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 70 હડાર 640

કુલ મોતઃ 4 લાથ 38 હજાર 560

કેટલા ડોઝ આપવામાં આવ્યા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 30 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં 64 કરોડ 5 લાખ 28 હજારને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાંથી ગઈકાલે 59.62 લાખ લોકોને રસી અપાઈ હતી. આઈસીએમઆરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 52 કરોડ 15 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે, ગઈકાલે 13.94 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી ઓછો છે.

India reports 30,941 fresh COVID-19 cases, 36,275 recoveries, and 350 deaths in the last 24 hours

Active cases: 3,70,640
Total recoveries: 3,19,59,680
Death toll: 4,38,560

Vaccination: 64,05,28,644 pic.twitter.com/dVyKCg4cep
— ANI (@ANI) August 31, 2021

કેરળમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

કેરળમાં સોમવારે કોવિડ-19ના 19,622 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 40,27,030 પર પહોંચી ગઈ છે. જ્યારે 132 દર્દીના મોત બાદ કુલ મૃત્યુઆંક 20,673 થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 37,96,317 લોકો કોરોના મુક્ત થયા છે અને 2,09,493 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એકબાજુ દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે કેરળમાં સ્થિતિ સારી નથી. દેશમાં રોજના નોંધાતા કેસ પૈકા 50 થી 60 ટકા કેસ માત્ર કેરળમાં જ નોંધાય છે. આ ગંભીર સ્થિતિને જોતાં હવે કર્ણાટક સરકારે મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારે કેરળથી આવતાં લોકો માટે સાત દિવસનું સરકારી ક્વોરન્ટાઈન ફરજિયાત બનાવ્યું છે. ક્વોરન્ટાઈન ખતમ થયા બાદ ફરીથી ટેસ્ટ કરાશે અને નેગેટિવ આવ્યા બાદ ઘરે જવાની મંજૂરી મળશે.

from india https://ift.tt/2WEIUPB
via IFTTT
from india https://ift.tt/2WEIUPB
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો