વોશિંગ્ટન : અમેરિકામાં છેલ્લા થોડા દિવસોથી ફરીથી કોરોનાના કેસ ચિંતાનજક રીતે વધવા લાગ્યા છે. જેને લઈ અમેરિકાના અગ્રણી ચેપીરોગ નિષ્ણાત ડો.એન્થોની ફોચીએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો વર્તમાન દરે જ ડેલ્ટા વેરિયંટના કેસો વધતાં રહેશે તો કોરોનાના કેસોની સંખ્યા બમણી થઇ જતાં વાર નહીં લાગે. એટલું જ નહીં આ ડેલ્ટા વેરિયંટનો ચેપ ફોલ અને વિન્ટરમાં પણ પ્રસરવાનું ચાલુ રહેશે તો તેનો વધારે ઘાતક સ્ટ્રેઇન વિક્સી શકે છે.

ડેલ્ટા વેરિયન્ટ સામે રસી અસકારક છે

તેમણે કહ્યું કે, આ નવો વેરિયંટ સામે વર્તમાન કોરોના રસીઓ નકામી બની રહેવાની સંભાવના છે. ફોચીએ જણાવ્યું હતું કે હાલ તો આપણે નસીબદાર છીએ કે ડેલ્ટા વેરિયંટ સામે વર્તમાન કોરોના રસીઓ હજી અસરકારક છે. ખાસ કરીને કોરોનાની આકરી માંદગી સામે તે હજી રક્ષણ આપે છે.

યુએસની મુલાકાતે આવતા લોકો માટે બાઇડન તંત્રનો મોટો નિર્ણય

યુએસમાં બુધવારે કોરોનાના એક લાખ કરતાં વધારે નવા કેસો નોંધાયા હોવાનું જણાવાયું છે. બાઇડન વહીવટી તંત્ર યુએસની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેની ચોકસાઇ કરવા માટે પગલાં ભરી રહ્યું છે. ફ્રાન્સમાં પણ બંધારણીય અદાલતે કાફે-રેસ્ટોરાંમાં પ્રવેશ મેળવવા માટે હેલ્થ પાસને જરૂરી બનાવતાં કાયદાને મંજૂરી આપી દીધી છે.

લાંબા અંતરના પ્રવાસ કરવા માટે પણ હેલ્થ પાસ જરૂરી બનાવવામાં આવ્યો છે. દરમ્યાન દુનિયાભરમાં કોરોનાની રસીની અછત હોવાથી બૂસ્ટર ડોઝ એટલે કે ત્રીજો ડોઝ મોડો આપવાની વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહને અવગણીને ફ્રાન્સ અને જર્મનીએ સપ્ટેમ્બરથી બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલમાં તો બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત પણ થઈ ચૂકી છે.

અમેરિકામાં કેટલા છે કોરોનાના કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં અમેરિકા ટોચ છે. મહાસત્તા અમેરિકામાં કોરોનાના કુલ કેસ 3.57 કરોડથી વધારે છે, જ્યારે 6.16 લાખથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં કેલિફોર્નિંયા, ટેક્સાસ, ફ્લોરિડા. ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત શહેરો છે. અહીંયા અનુક્રમે 41 લાખથી વધુ, 32 લાખથી વધુ, 27 લાખથી વધુ અને 21 લાખથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક અનુક્રમે 64,719, 53,720, 39,695 અને 53,318 છે.

from world https://ift.tt/3is5inh
from world https://ift.tt/3is5inh
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો