Karnataka Car Accident: બેંગલુરુમાં ઓડી વીજળીના થાંભલા સાથે અથડાતાં પડીકું વળી ગઈ, DMK નેતાના પુત્ર-પુત્રવધૂ સહિત 7નાં મોતથી અરેરાટી

બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુમાં મધરાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાતે 1.45 કલાક આસપાસ લકઝુરિયસ ઓડી કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઓડીમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ડીએમકેના ધારાસભ્યના પુત્ર અને પુત્રવધુ પણ હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે અડુગોડી પોલીસ સ્ટેશન મુજબ કોરમંગલા વિસ્તારમાં કાર દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે. જેમાં તમિલનાડુના રાજકીય પક્ષ ડીએમકેના હોસુરના ધારાસભ્યના પુત્ર કરૂણા સાગર અને પુત્રવધુ બિંદુ પણ સામેલ છે. આ કપલ ઓડી કારમાં આવતું હતું ત્યારે વીજળીના થાંભલા સાથે અથડાતાં મોતને ભેટ્યા હતા.

#UPDATE | The seven people who died in the Bengaluru accident include Karuna Sagar and Bindu, son & daughter-in-law of DMK MLA from Hosur (Tamil Nadu) Y Prakash, the MLA confirms

The couple was travelling in the Audi car which hit a street light pole, leading to the accident
— ANI (@ANI) August 31, 2021

જાણકારી મુજબ બેંગલુરુના કોરામંગલામાં આ દુર્ઘટના મધરાતે 1.45 કલાક આસપાસ બની હતી. ઓડી ક્યૂ3 કાર ફૂલ સ્પીડમાં હતી અને ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું. દુર્ઘટનામાં ત્રણ મહિલા અને ચાર પુરુષોના મોત થયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

હાલ અડુગુડી પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કારણકે રોડ પૂરી રીતે ખાલી હતો. ઓવર સ્પીડમાં ગાડી ચલાવવાના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહી છે.

from india https://ift.tt/38tjzKE
via IFTTT
from india https://ift.tt/38tjzKE
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો