મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ ડેલ્ટા વેરિઅન્ટનો ભય પણ વધી રહ્યો છે. સોમવારે રાજ્યમાં ડેલ્ટા વેરિએન્ટના 10 દર્દીઓ નોંધાયા હતા. નવા દર્દીઓ આવ્યા બાદ રાજ્યમાં તેમની સંખ્યા વધીને 76 થઈ ગઈ છે. તેમાંથી મિરાજ કોલ્હાપુરમાં છ, રત્નાગિરીમાં ત્રણ અને સિંધુદુર્ગમાંથી એક કેસ નોંધાયો છે. આ દરમિયાન, ડેલ્ટા વેરિઅન્ટથી રાજ્યમાં પાંચ લોકોના મોત થયા છે.

રાજ્યમાં ડેલ્ટા વેરિએન્ટથી 76 દર્દીઓ પીડિત છે, જેમાંથી 10 લોકોને કોરોના રસીના બંને ડોઝ મળ્યા હતા જ્યારે 12 લોકોએ માત્ર એક જ ડોઝ લીધો હતો. આ દર્દીઓમાં 39 મહિલાઓ અને નવ બાળકોનો સમાવેશ થાય છે, જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે.

ડેલ્ટા વેરિએન્ટથી પીડાતા 39 દર્દીઓની ઉંમર 19 વર્ષથી 45 વર્ષની વચ્ચે છે. જ્યારે 19 લોકોની ઉંમર 46 થી 60 ની વચ્ચે છે, જ્યારે નવ લોકોની ઉંમર 60 વર્ષથી ઉપર છે. રાજ્ય સર્વેલન્સ ઓફિસર ડો પ્રદીપ અવટેએ જણાવ્યું હતું કે, "37 લોકોને હળવો ચેપ છે."

ડેલ્ટા વેરિએન્ટને શોધવા માટે મહારાષ્ટ્રએ તપાસ ઝડપી કરી છે. CSIR-Institute of Genomics and Integrative Biology દ્વારા 10,000 થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ડો.અવટેએ કહ્યું, "કોઈ પણ રાજ્યએ જીનોમિક સર્વેલન્સ માટે આટલા બધા નમૂનાઓ સક્રિય રીતે મોકલ્યા નથી અને પરિણામો ચિંતાજનક પરિસ્થિતિ સૂચવતા નથી."

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 184 એક્ટિવ કેસ છે અને 7 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ગઈકાલે 4,58,824 દર્દીઓનું રસીકરણ થયું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6, વડોદરા કોર્પોરેશનમાં 3, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાંથી વધુ 13 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,934 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે.

જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 184 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે. 177 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,934 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે ગઈકાલે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી.

જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 32 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3,250 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 92,212 નાગરિકોને રસીનો પ્રથમ અને 57,964 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 2,77,981 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 27,385 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 4,58,824 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 4,06,38,910 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

from india https://ift.tt/3xUH1e2
via IFTTT
from india https://ift.tt/3xUH1e2
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો